દિલ્હી-

ટુલકીટના મામલે કોંગ્રેસને ઘેરવા ગયેલા ભાજપના પ્રવકતા સંબીત પાત્રા ખુદ ઘેરાઈ ગયા છે અને ટવીટરે પાત્રાના ટવીટને ગેરમાર્ગે દોરનાર ટવીટ તરીકે ફલેગ કર્યુ છે. એક ટુલકીટને આગળ ધરીને સંબીત પાત્રાએ ટવીટ કર્યુ હતું કે કોંગ્રેસ પક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈમેજ ખરાબ કરવા ટુલકીટનો ઉપયોગ કરે છે અને કોંગ્રેસ પક્ષે આ મુદે ટવીટરને પાત્રા ગેરમાર્ગે દોરી રહ્યા છે તેથી તેનું ટવીટર એકાઉન્ટ સસ્પેન્સ થવું જોઈ તેવી માંગણી કરી હતી અને ટવીટરે વેકસીન લેતા પાત્રાના આ ટવીટ પર 'મૈનયુવેલેટેડ' ગુમરાહ કરનાર- ગેરમાર્ગે દોરનાર ટવીટ તરીકે દર્શાવ્યું છે અને આ ટવીટની માહિતી ખોટી હોવાનું પણ જણાવ્યું છે. તા.18 મેના રોજ પાત્રાએ આ ટવીટ કર્યુ હતું. ટવીટરની પોલીસી મુજબ કોઈ વ્યક્તિ કોઈપણ માહીતી ટવીટ કરે પણ તેના સોર્સ અંગે કોઈ સ્પષ્ટ વાત ન હોય તો તે જાણકારી ખોટી છે તો તેને ગુમરાહ કરનાર ટવીટ ગણવામાં આવી છે અને તે ખોટી માહિતી તરીકે ટવીટરે નિશ્ર્ચિત કરી છે. ટવીટર આવા ટવીટ પર ખાસ ટેગ લગાવે છે જેથી તે વાંચનાર ગેરમાર્ગે દોરાય છે.