મોડાસા: ચાંદટેકરી વિસ્તારમાંથી 20થી વધુ ચોરીનો વોન્ટેડ ઝડપાયો
06, નવેમ્બર 2020

મોડાસા-

મોડાસા નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા અને પશુ તસ્કરીમાં બદનામ થયેલ ચાંદ ટેકરી વિસ્તારમાં અરવલ્લી એલસીબી પોલીસે ચાંદટેકરીના કુખ્યાત પશુ ચોર અને ઘરફોડ ચોરીના આરોપી આરીફ ખ્યાલી બુલાખી મુલતાનીને ઘરેથી ઉઠાવી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. એકલ દોકલ પોલીસ જીપમાં રેડ કરવી ઉચીત ન હોવાનું ખુદ પોલીસ તંત્ર માની રહ્યું છે ત્યારે અરવલ્લી ડીવાયએસપી ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ અરવલ્લી એલસીબી પીઆઇ આર કે પરમાર અને તેમની ટીમે ઉત્તર ગુજરાતમાં તરખાટ મચાવનાર પશુ ચોરી અને ઘરફોડ ચોરી કરતી ગેંગનો મુખિયા અને પશુઓને ગણતરીના સેકન્ડમાં ઉઠાવી વાહનમાં નાખી દેતાં આરીફ ખ્યાલી બુલાખી મુલતાની ઘરે હોવાની બાતમી મળી હતી. આથી એલસીબી પોલીસે ચાંદટેકરી વિસ્તારમાં રેડ કરી આરીફ ખ્યાલી મુલતાનીના ઘરને કોર્ડન કરી ઉંઘતો ઝડપી લીધો હતો. કુખ્યાત પશુચોર આરીફ સામે ઉત્તર ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનમાં ૧૧ જેટલા પશુ ચોરી અને ઘરફોડ ચોરીના ગુનામાં નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution