ચીનમાં પણ મોદી લહેર, ચીની નાગરિકો PM મોદીની કામ કરવાની પધ્ધતિથી પ્રભાવિત
28, ઓગ્સ્ટ 2020

દિલ્હી-

ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની લોકપ્રિયતા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વધતી જાય છે. એટલે સુધી કે ચીન માં પણ મોટી સંખ્યામાં લોકો તેમના ફેન છે. લદાખ હિંસાના ત્રણ મહિના બાદ ચીનના મુખપત્ર એવા ગ્લોબલ ટાઈમ્સ દ્રારા કરાયેલા સર્વેક્ષણમાં એ વાત સામે આવી છે કે મોટાભાગના ચીનના નાગરિકો પોતાના નેતાઓ કરતા વધારે પીએમ મોદીની કાર્યપ્રણાલીથી ખુશ છે.

સર્વક્ષણ મુજબ લગભગ ૫૦ ટકા ચીની નાગરિકો બેઈજિંગ પ્રત્યે અનુકૂળ પ્રભાવ ધરાવે છે યારે ૫૦ ટકા લોકોએ ભારતની મોદી સરકારને વખાણી છે. લગભગ ૭૦ ટકા લોકો માને છે કે ભારતમાં ચીન વિરોધી ભાવના ખુબ વધારે થઈ ગઈ છે. યારે ૩૦ ટકાથી વધુ લોકોને લાગે છે કે બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધાર થશે. સર્વેક્ષણમાં સામેલ ૯ ટકા લોકોનું માનવું છે કે ભારત-ચીનના સંબંધોમાં સુધાર ઓછા સમય માટે જોવા મળશે. યારે ૨૫ ટકા લોકોના જણાવ્યાં મુજબ બંને દેશોના સંબધં લાંબા સમય સુધી મજબૂત રહેશે.

આ બધા વચ્ચે ચીનની સૌથી મોટી ટેક કંપની હત્પઆવેઈ ભારતના તમામ પ્રમુખ અખબારોમાં મોટી મોટી જાહેરાતો છપાવીને ભારતને એ જતાવવાની કોશિશ કરી રહી છે કે ભારત સાથે તેના સંબંધો ખુબ જૂના છે. તે છેલ્લા ૨૦ વર્ષથી અહીં વેપાર કરી રહી છે અને હંમેશા ભારતના હિતો માટે પ્રતિબદ્ધ છે. હકીકતમાં લદાખ હિંસા બાદ ચીની કંપનીઓ ભારત સરકારના હિટલિસ્ટમાં છે. 

ફાઈનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ ભારત હત્પઆવેઈ અને અન્ય ચીની કંપનીઓ સાથે તબક્કાવાર રીતે સંબંધો પર પૂર્ણવિરામ મૂકવા માંગે છે. ઔપચારિક પ્રતિબંધની જગ્યાએ ભારતે કથિત રીતે દૂરસંચાર કંપનીઓને સ્પષ્ટ્ર કરી દીધુ છે કે ચાઈનીઝ ગીયરથી દૂર રહે. 

હત્પઆવેઈ પહેલેથી જ અમેરિકા, યુનાઈટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયામાં પૂર્ણ પ્રતિબંધનો સામનો કરી રહી છે. ન્યૂઝિલેન્ડમાં પણ તેને આંશિક રીતે પ્રતિબંધિત કરાઈ છે. હત્પઆવેઈના સીએફઓ મેંગ વાનઝોઉ કનાડામાં પ્રત્યાર્પણની કાર્યવાહીનો સામનો કરી રહ્યાં છે. અમેરિકા ઈરાન પ્રતિબંધોના કથિત ભગં પર તેની અટકાયત ઈચ્છે છે. કેનેડા અને ચીન એક કૂટનીતિક લડાઈ લડી રહ્યાં છે. યારે હત્પઆવેઈ ક્રોસફાયરમાં ફસાઈ ગઈ છે. આથી તે જાહેરાતો દ્રારા ભારતમાં પોતાને બચાવવાની કોશિશમાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution