કળયુગનાં રાક્ષસ: 6 વર્ષની બાળકીને સમોસા આપી તેના જ નાના અને મામાએ આચર્યુ દુષ્કર્મ
12, એપ્રીલ 2021

ભોપાલ-

દેશમાં કોરોનાનાં કેર વચ્ચે મધ્યપ્રદેશથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જણાવી દઇએ કે, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ૬ વર્ષની બાળકી પર દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહી સૌથી નવાઇની વાત તો એ છે કે, આ દુષ્કર્મને અંજામ આપનાર કોઇ અન્ય નહી પણ આ બાળકીનાં નાના છે. આ સિવાય અન્ય એક સંબંધી પણ આ કૃત્ય કરવામાં સામેલ છે.

આ ઘટના ૮ દિવસ પહેલા બની હતી, પરંતુ ડરનાં કારણે યુવતીએ કોઈને કહ્યું નહીં. ગુરુવારે જ્યારે યુવતીની પીડા વધી ત્યારે તેણે તેની માતાને બધુ જ કહી દીધુ. આ પછી પોલીસે પીડિતાનાં પરિવારની ફરિયાદનાં આધારે બંને આરોપીની ધરપકડ કરી હતી. આ ચોંકાવનારો કિસ્સો કોલારનો છે. બાળકી સાથેની આ ઘૃણાસ્પદ કૃત્ય ૮ દિવસ પહેલા તેના નાના અને એક દૂરનાં સબંધીએ કર્યુ હતુ. ગુરુવારે સાંજે બાળકીની માતાએ તેના વર્તનમાં ફેરફાર જાેયો. આ પછી, જ્યારે માતાએ છોકરીને પૂછ્યું, ત્યારે તેણે આખી વાત જણાવી. પરિવારે કોલાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, ગુરુવારે સાંજે યુવતીએ તેની માતાને તેને થઇ રહેલા દુખાવા વિશે જણાવ્યું હતું. જ્યારે તેની માતાને ખબર પડી કે બાળકી કંઈક છુપાવી રહી છે, ત્યારે તેણીએ તેને પૂછ્યું. આ પછી, બાળકીએ તેની માતાને તેની સાથેનાં ઘૃણાસ્પદ કૃત્ય વિશે બધુ જ કહ્યું.

પોલીસનાં જણાવ્યા મુજબ, બાળકીએ તેની માતાને જણાવ્યું હતું કે, આશરે ૮ દિવસ પહેલા એક શખ્સ તેને અને તેના નાના ભાઈને સમોસાની લાલચ આપીને એક રૂમમાં લઈ ગયો હતો. તે રૂમમાં પહેલેથી જ યુવતીનાં મામા હાજર હતા. આ પછી બંનેએ યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. જ્યારે તે લોકોએ જાેયું કે બાળકીને બ્લડ નિકળી રહ્યુ છે ત્યારે આરોપીએ બાળકીને ૨૦ રૂપિયા અને સમોસા આપ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેણે આ વિશે કોઈને ન કહેવું જાેઈએ. પોલીસે કહ્યું કે બાળકી તેના માતા-પિતાને કંઇ પણ કહેવા માટે ઘણી ડરી રહી હતી. પોલીસ કહે છે કે, બંને આરોપી દારૂનાં નશાની લત છે અને બંને મજૂરી કરે છે. આરોપી નાનાની ઉંમર આશરે ૫૦ વર્ષ અને અન્ય સંબંધીની ઉંમર આશરે ૩૮ વર્ષ છે. પીડિત બાળકીનાં માતા-પિતા પણ મજૂરી કામ કરે છે અને જ્યારે તે બંને કામ પર નીકળ્યા ત્યારે બાળકી સાથે આવું બન્યું હતું. ગુરુવારે સાંજે યુવતીનાં માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ બંને આરોપીઓની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution