ન્યૂ દિલ્હી

મર્સિડીઝ બેન્ઝના નવા જી-ક્લાસની ૭૫ યૂનિટ ૧૭ જૂનના ઑફિશિયલ લૉન્ચથી પહેલા જ વેચાયા હતા. આ સંપૂર્ણ ઇમ્પોર્ટેડ કારની કિંમત ૨.૧૭ કરોડ રૂપિયા છે. સેવેન્થ જનરેશન S-classની ૧૫૦ યૂનિટ ભારત માટે અલૉટ કરી હતી. દેશની સૌથી મોટી લક્ઝરી કાર મેન્યુફેક્ટર મર્સિડીઝ બેંઝે ગયા સપ્તાહ ૨.૪૩ કરોડ રૂપિયાની મેબેક GLS ૬૦૦ ૪મેટિકની ૫૦ થી વધારે યૂનિટ લૉન્ચ પહેલા જ વેચાયા હતા.

મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ માર્ટિન શ્વેંકે જણાવ્યું હતું કે, અમારા નવા પ્રોડક્ટસના માટે સારી ડિમાન્ડ મળી રહી છે. આવતા મહિનામાં અમને ડિમાન્ડની આશા છે. અમે આ વર્ષની પહેલા છ મહિનામાં સેલ્સ છેલ્લા વર્ષના સમાન સમય કરતા લગભગ ૫૦ ટકા વધુ રહેવાની આશા છે.

બે વેરિએન્ટમાં આવશે નવું મોડેલ

S-classનું નવું મૉડેલ બે વેરિએન્ટ - જી ૪૦૦ડી ૪મેટિક (ડીઝલ) અને જી૪૫૦ ૪મેટિક (પેટ્રોલ)માં ઉપલબ્દ થશે. તે દેશમાં કમ્પ્લીટલી બિલ્ડ યુનિટ તરીકે પર લાવવામાં આવી છે. કંપનીની યોજના આવતા વર્ષથી તેને એસેમ્બલ કરવાની યોજના છે. ડીઝલ વેરિઅન્ટમાં ૩૩૦એચપી અને પેટ્રોલ વેરિઅન્ટ ૩૬૭ એચપીની ઉચ્ચતમ પાવર છે અને તેની ટૉપની સ્પીડ ૨૫૦ કિલોમીટર પ્રતિ કલાક છે.

મર્સિડીઝ બેન્ઝે જી-ક્લાસ માં ૧૫ ઇનોવેશન કરવાનો દાવો કર્યો છે. આમાં નવી ડિઝાઇન કરેલી ૧૨.૩-ઇંચની ઇન્સ્ટ્રૂમેન્ટ પેનલ સામેલ છે. કારમાં પાછળની સીટો પર એન્ટટેનમેન્ટ સિસ્ટમ ઉપરાંત એક ટચ ટેબ્લેટ પણ મળશે. તેમાં પાછળની સીટો પર બે મુસાફરો માટે એરબેગ પણ આપી છે. કંપનીએ જણાવ્યું હતું કે નવી કારની ડિઝાઇન અનોખી છે. આ અકસ્માતની સ્થિતિમાં ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર દ્વારા સપોર્ટ કરવામાં આવશે.