નારગોલ એસટી ડેપોમાં રાત્રે રોકાતા ડ્રાઇવરો-કંડક્ટરોને મચ્છરોનો ત્રાસ
06, જુલાઈ 2020

વલસાડ, તા.૫ 

અનલાક ૨.૦માં એસટી નિગમે રાત્રી રોકાણ કરતી કેટલીક બસ સેવાઓ શરૂ કરી છે નારગોલ ઉંમરગામ ખાતે ૫૦% બસ સેવા શરૂ થઇ છે, જેમાં દાંડી કલગામ અને નારગોલ ખાતે રાત્રી રોકાણ કરતી પાંચ બસનો સમાવેશ થાય છે જેના ડ્રાઇવર કંડકટરને નારગોલ ખાતેના પંદરેક વર્ષથી બંધ અવાવરુ ભંગાર ડેપોમાં વાહનો- બસ પાર્ક કરી ત્યાં જ રાત ગુજારવાનું કહેવામાં આવતા આખી રાત મચ્છરો મારીને ઉજાગરા કરીને વિતાવવી પડી હતી.

નારગોલ ખાતેનો બસડૅપો જાણે કોઈ ધણીધોરી નથી તેવી રીતે પંદરેક વર્ષથી ભંગારમાં ફેરવાય છે જ્યાં આજુબાજુના રહીશોને જાણે કબજો થઈ ગયો હોય પ્રેમ ઢોરઢાંખર લાકડા બળતણ વિગેરેના કેટલા છે અને નિગમ કે વિભાગીય નિયામકને પણ આ જગાની કોઈ દરકાર ન હોય અવાવરૂ પડી રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વ કરતા એકમાત્ર આદિવાસી કેબિનેટ મંત્રી  રમણભાઈ પાટકર નો આ વતન -વિસ્તાર છે છતાં તેઓ પણ દુર્લક્ષ સેવે છે, વચ્ચે ખાસ કમિટી બંધ ડેપો પુનર્જીવિત કરવાની મોજણી તપાસ કરી ગઈ હતી પરંતુ તે પણ તાળાબંધીમાં લાક થઈ ગયું. હાલમાં વાપી ડેપોનો કમાઉ દીકરા જેવો દમણ અને સેલવાસની વિસ્તાર છે જે સદંતર બંધ છે. ઉમરગામ તાલુકામાં પણ એસટી સેવા માત્ર વિદ્યાર્થીઓ માટે જ દોડાવતા રોકડિયા મુસાફરોનો ધંધો ગેરકાયદે દોડતા છકડાઓ લઈ ગયા છે જેથી અનલોકમાં ચાલુ કરેલ કેટલાક રૂટ પર બસ ખાલી દોડી રહી છે જ્યારે બે જણને બેસાડવાની જગ્યાએ અનેકને બેસાડી ગેરકાયદે હેરફેર ભરપૂર ચાલે છે. મંત્રી પાટકર પણ ડેપોને પુનર્જીવીત કરવા માટે જરૂરી પગલાં ભરે તેવી જનતાની માંગ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution