વડોદરા કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા ત્રણ-ચાર દિવસ પહેલા જ શહેરના જુદાજુદા સ્મશાનોની સુરક્ષાની ગુલબાંગો પોકારતા હતા. માંજલપુર સ્મશાનમાં દેખાઈ રહેલી ખોપરીએ એમની સુરક્ષાની વાતોને પોકળ સાબિત કરી દીધી છે. ઉપરોક્ત તસવીર માંજલપુર સ્મશાનમાં આવેલા બાળકોને દફન કરવાના સ્થળની છે. જે જાેઈને એક તબક્કે ડર લાગે. આવી પરિસ્થિતિ શહેરના લગભગ બધા જ સ્મશાનોની છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, સુરક્ષાના અભાવે માંજલપુર સ્મશાન નશેબાજાેનો અડ્ડો બની ચુક્યુ છે. અહીં, બેદરકારી કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓની સાથેસાથે માંજલપુર પોલીસની પણ છે.