અમરાવતી-

મહારાષ્ટ્રના અમરાવતીમાં કોરોના વાયરસનો પ્રકોપ ખુબ ઝડપથી વધી રહ્યો છે. અમરાવતી મહાનગર પાલિકામાં કામ કરતા ૮૦ કર્મચારી કોરોના પોઝિટિવ નીકળ્યા છે. જ્યારે ૫ કર્મચારીઓના કોરોના વાયરસ સંક્રમણના કારણે મોત થઈ ચૂક્યા છે. કોરોના વાયરસ પોઝિટિવ આવેલા અમરાવતી મહાનગર પાલિકાના કર્મચારીઓમાં ડોક્ટર અને એન્જિનિયર સહિત તમામ પદો પર કામ કરતા લોકો સામલ છે. અમરાવતી મહાનગર પાલિકામાં કામ કરનારા કુલ કર્મચારીઓની સંખ્યા ૩૦૦૦ છે.

આ ઉપરાંત પ્રાઈવેટ રીતે કામ કરવા માટે પણ કર્મચારીઓ રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે અમરાવતી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની ઓફિસમાં કામ કરતા ૬૦-૬૫ કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી છે. અમરાવતીના ડીએમની ઓફિસમાં કામ કરનારા કર્મચારીઓની કુલ સંખ્યા ૨૦૦ છે. આ બાજુ સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટીમાં કામ કરતા ૫૬ કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ નીકળ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓને ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના કેસ જાેતા અમરાવતીમાં ૨ અઠવાડિયાનું લોકડાઉન લાગુ છે. ૮ માર્ચ સુધી અમરાવતીમાં લોકડાઉન ચાલુ રહેશે. ત્યારબાદ હાલાત જાેઈને લોકડાઉન આગળ વધારવું કે નહીં તે ર્નિણય લેવાશે. અમરાવતીમાં ગુરુવારે કોરોના વાયરસના ૬૭૩ નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે ૯ દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા.