મુંબઈ,

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા જગદીપે 81 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહ્યું છે. બુધવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જગદીપે ઘણી લોકપ્રિય ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ ફેલાવ્યો હતો. લોકો હજૂ પણ શોલેમાં તેમના પાત્રને યાદ કરે છે.

જગદીપે લગભગ 400 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ 1975માં આવેલી ફિલ્મ ‘શોલે’ના સૂરમા ભોપાલીનું પાત્ર ફેન્સ આજે પણ યાદ કરે છે.જગદીપને સૌથી વધુ ઓળખ શોલેમાં સૂરમા ભોપાલીના પાત્રથી મળી હતી. તેમણે શમ્મી કપૂરની ફિલ્મ બ્રહ્મચારી દ્વારા હાસ્ય કલાકાર બનવાની યાત્રા શરૂ કરી હતી.જગદીપે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત 1951માં બી.આર.ચોપડાની ફિલ્મ અફસાનાથી કરી હતી. આ ફિલ્મમાં જગદીપે બાળ કલાકારની ભૂમિકા નિભાવી હતી.તેમણે 'પુરાના મંદિર' અને 'અંદાઝ અપના અપના'માં સલમાન ખાનના પિતાનું યાદગાર પાત્ર ભજવ્યું હતું.

વરિષ્ઠ અભિનેતા અને જાણીતા કૉમેડિયન જગદીપનું નિધન થઈ ગયું છે. તેમણે બુધવારે મુંબઈ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધો. તેઓ 81 વર્ષના હતા. જગદીપ કૅન્સરથી પીડિત હતા અને ઉંમર થતાં તેઓ અનેક સમસ્યાઓ સામે લડતા હતા.ગુરુવારે સવારે 11 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જગદીપના મૃત્યુના સમાચારથી બોલીવુડમાં શોકની લાગણી છે.

જગદીપના મૃત્યુના સમાચારથી બોલીવુડમાં શોકની લાગણી છે.