મુંબઈ-

મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને મુંબઇ 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલમાં મુંબઇમાં NDRFની ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી છે અને 5 ટીમો એલર્ટ પર છે. મુંબઈમાં 5 સ્થાનો પર અસ્થાયી આશ્રય ઘરો બનાવવામાં આવ્યા છે, જેથી લોકોને જરૂર પડે તો અહીં સ્થળાંતર કરી શકાય. વેસ્ટર્ન મુંબઈમાં NDRFની ત્રણ ટીમો અને પૂરથી સુરક્ષા માટે ફાયર બ્રિગેડની 6 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. અહીં બપોરે 2 વાગ્યા સુધી એરપોર્ટ પણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈમાં એક યુવક અને અન્ય એક મહિલાનું મોત નીપજ્યું છે. પરંતુ અધિકારીઓએ હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી. એક અધિકારીએ જણાવ્યું હતું કે હવામાન વિભાગે સોમવારે બપોરે મુંબઈને અપગ્રેડ કરી 'ભારે વરસાદ' અને તીવ્ર પવનની તીવ્રતા વધારીને 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ચેતવણી આપી હતી.