શહેરા પાલિકા ,તાલુકા પંચા. અને જિલ્લા પંચા.માં ૯૦થી વધુ ઉમેદવારો મેદાનમા
17, ફેબ્રુઆરી 2021

શહેરા , શહેરા મા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ને તાલુકા પંચાયત મા ૧૧અને જિલ્લા પંચાયત મા ત્રણ ભાજપ ના ઉમેદવારો બિન હરીફ થતા ભાજપ મા ખુશી જાેવા મળી હતી.નગર પાલિકા ,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મા ૯૦થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાન મા રહયા હતા. કોંગ્રેસ ના ઉમેદવારો એક બાદ એક ઉમેદવારી પત્ર પરત ખેંચતા ભાજપ ના ઉમેદવારો બિન હરીફ થયા હતા. જિલ્લા પંચાયત સીટ પર દલવાડા બેઠક પર ભારતી બેન ભૂપત સિંહ પટેલ , અણીયાદ બેઠક પર નાયક વિનુ ભાઈ અમરા ભાઇ ,નાંદરવા બેઠક પર સોલંકી દિલીપ સિંહ અરવિંદસિંહ મળી ને કુલ ત્રણ જિલ્લા પંચાયત સીટ બિન હરીફ થઈ હતી.જ્યારે તાલુકા પંચાયત ની ૩૦બેઠકો માથી ખોજલવાસ મા પ્રદીપસિંહ પ્રતાપ સિંહ ચોહાણ , ઉમરપુર મા ગીતા બેન રાકેશ કુમાર ચોહાણ , પાદરડી મા રેખાબેન કીરપાલ સિંહ માલીવાડ તેમજ માતરિયા વ્યાસ મા દશરથ સિંહ વણઝારા, દલવાડા મા ઇન્દિરા બેન ગણપત પટેલ , તાડવા મા પુંજી બેન હાજાભાઈ ચારણ , અણીયાદ મા રજનિષા બેન રાઠોડ, બોડીદ્રા ખુદ કપિલા બેન રાજેશ બારીઆ , બોરિયા સીટ મા ભાવના બેન જશવંત પગી, ખટકપુર સીટ મા ભૂરીબેંન નાયકા , શેખપુર સીટ મા ચંદુભાઈ નાયકા સહિત ભાજપ ના ઉમેદવારો બિન હરીફ થયા હતા.ભાજપ માથી બિન હરીફ થયેલ ઉમેદવારો ના સમર્થકો મા ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution