મહારાષ્ટ્રના રાયગઢમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા
31, ડિસેમ્બર 2020

રાયગઢ-

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પેણ વિસ્તારમાં મંગળવારે રાતે 3 વર્ષની બાળકી સાથે રેપ કરીને હત્યા કરવામાં આવી છે. આરોપી રેપના એક અન્ય કેસમાં સજા ભોગવી રહ્યો હતો અને 10 દિવસની પેરોલ પર બહાર આવ્યો હતો. બાળકીનાં પરિવારજનો એટલા ગુસ્સામાં છે કે તેઓ આરોપીના એન્કાઉન્ટરની માગણી કરી રહ્યા છે. પરિવારજનો બાળકીના અંતિમસંસ્કાર કરવા માટે પણ રાજી નથી. પેણના લોકોએ ગુરુવારે બંધનું એલાન જાહેર કર્યું છે.

પોલીસનું કહેવું છે કે મંગળવારે રાતે અંદાજે 11 લાગે, 32 વર્ષનો આરોપી આદેશ મધુકર પાટીલ શહેરના બહારના વિસ્તાર વડગામમાં એક આદિવાસી વસતિમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં 3 વર્ષની બાળકી તેની માતા-પિતા સાથે ઊંઘતી હતી. પાટીલે બાળકીને ઉપાડીને ભાગી ગયો હતો. થોડીવાર પછી બાળકીના પિતાની આંખ ખૂલી તો આજુબાજુમાં બાળકી ન દેખાઈ. ખૂબ તપાસ કર્યા પછી તેમણે પોલીસને જાણ કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે બુધવારે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ ગામથી અડધા કિલોમીટર દૂર અમુક લોકોએ આરોપીને બાળકીને ખેતરમાં દાટતાં જાેયો હતો અને હોબાળો મચાવ્યો હતો. ભીડ જાેઈને આરોપી બાળકીને ખાડામાં જ મૂકીને ભાગી ગયો હતો. બાળકીને લઈને માતા-પિતા નજીકની સરકારી હોસ્પિટલમાં લઈને પહોંચ્યાં હતાં, ત્યાં બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યાર પછી સાંજે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હતો અને તેમાં બાળકી સાથે રેપ થયો હોવાનો ખુલાસો થયો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution