બનાસકાંઠા -

બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ફરજ બજાવતા B.S.F.ના જવાનોની તથા ઝીરો પોઈન્ટની મુલાકાત લીધી હતી. આપણે સમાજમાં સુખ અને શાંતિપૂર્વક જીવી રહ્યાં છે એનો શ્રેય આપણા દેશની સુરક્ષા માટે બોર્ડર પર ખડે પગે, જીવના જોખમે ફરજ બજાવી રહેલા દેશના જવાનોને ફાળે જાય છે. નડેશ્વરી મંદિરથી સીમાદર્શન માટેના ઝીરો પોઇન્ટ સુધી જવાના માર્ગ પર T જંકશન પાસે વિવિધ યાત્રી સુવિધાના કામો અલગ-અલગ ફેઇઝમાં હાથ ધરાઇ રહ્યા છે.

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે આવેલ ભારત પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદે, રૂપિયા 125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે સુવિધા વિકસાવાશે. આગામી 15મી ઓગસ્ટ સુધીમાં સુવિધા ઉભી કરી દેવાની નેમ ગુજરાત સરકારે રાખી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે, નડાબેટ ખાતે ચાલી રહેલા વિકાસ કામોની સમિક્ષા હાથ ધરી હતી. નડાબેટ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદના સ્થળે સૂર્ય ઉર્જાથી ઝળહળતુ કરાશે. જેના માટે કુલ 14 જેટલા સોલાર ટ્રી લગાવાશે. જેના કારણે સીમાદર્શન-બોર્ડર સુધીના વિસ્તારનો અંધકાર દૂર કરી શકાશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નડાબેટ સીમાદર્શન કાર્યક્રમથી ગુજરાતને બોર્ડર ટૂરિઝમ ક્ષેત્રે વિશ્વના પ્રવાસન સ્થળોમાં મોખરાનું સ્થાન અપાવશે.