જયાં વૃક્ષોની જાળવણીનું સૌથી વધુ ધ્યાન રખાય છે એવા સયાજીબાગમાં જ અને તે પણ મ્યુ.કમિ.ના બંગલાથી માંડ સો ફૂટ દૂર એક જીવતા જાગતા પામના વૃક્ષ પર ખીલા ઠોકી બોકસ લગાડી વાયરીંગ કરાયું.

વૃક્ષ સાથે આટલું અસંવેદનશીલ કૃત્ય કરાયુ એ પણ છઠ્ઠી જુને પર્યાવરણ દિવસ જયારે બારણા પર ટકોરા મારી રહ્યો છે ત્યારે! એક જાગૃત નાગરિક ભરતસિંહ ચૌહાણે આ અંગે સોશ્યિલ મીડીયા પર ખેદ વ્યકત કરી

જાગૃતિ આણવાનો પ્રયાસ કર્યો છે.