નર્મદા જિલ્લા તેમજ આદિવાસી વિસ્તારમાં ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે આંદોલનના એંધાણ
24, જાન્યુઆરી 2021

રાજપીપળા,  સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક શૂલપાણેશ્વર અભિયારણને પગલે નર્મદા જિલ્લાના ૧૨૧ ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરાયો હતો.બાદ ૧૨૧ ગામના આદિવાસી ખેડુતોના નમૂના નંબર ૭ માં ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી પડાતા વિવાદ વધ્યો હતો.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોતે પણ એ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.તો સાથે સાથે કોંગ્રેસ-મ્‌ઁ એ પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.અંતે સરકારે ઈકો સેન્સિટિવ ઝોનની એન્ટ્રી રદ કરતા વિવાદ અને વિરોધ પર પૂર્ણ વિરામ મુકાયું હતું.

આગામી સમયમાં નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ઈકો સેન્સેટિવ ઝોનના નામનું ભૂત ફરી ધુણ્યું છે.ભીલીસ્થાન ટાઈગર સેનાએ ડેડીયાપાડામાં ઈકો સેન્સિટિવ ઝોન હટાવો અને અનુસૂચિ-૫ બચાવોના નારા સાથે એક જાહેરસભાનું આયોજન કર્યું છે.એ જાહેરસભામાં મ્‌ઁ ના સર્વે સર્વા ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા, ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા સહિત અન્ય આદીવાસી આગેવાનો ઉપસ્થિત રહી સભા સંબોધશે.આ જાેતા આગામી સમયમાં ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે.બીજી બાજુ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર એમ કહી રહ્યું છે કે પૂરતી માહિતીના અભાવે અમુક લોકો જાહેર જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.ઈકો સેન્સેટીવ ઝોનની રચનાનો મુખ્ય હેતુ પ્રાકૃતિક સૌંદર્ય જળવાઈ રહે, જળસ્ત્રાવ માટે નદીઓનું અસ્તિત્વ જળવાઈ રહે, જૈવિક સંપતિ અને વન્યજીવો ઉપર આડકતરી રીતે બધાનુ અસ્તિત્વ ઉભુ ન થાય તેમજ આદિવાસી સમાજની જળ-જંગલ-જમીન-ખનીજ સંપદાઓ, વગેરેનું પર્યાવરણીય રક્ષણ રહે તે માટેનો છે.ઈકો સેન્સેટીવ ઝોનમાં સમાવિષ્ટ થતા ગામોના ગામ નમુના નં.૭ નાં બીજા હકકમાં નોંધો દાખલ કરવા અંગેની સૂચના મૂળ અસરથી રદ કરવામાં આવી છે.હવે બીજા હકમાં કોઇ જ નોંધ પાડવામાં આવે નહિ. ઈકો સેન્સેટીવ ઝોનની ખેતીની જમીનોના ખાતેદારના માલિકી હક્કમાં કોઈ ફેરફાર થતો નથી તથા તેઓ આવી જમીન ગમે ત્યારે અન્યને વેચી શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution