રાજપીપળા, નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપનો ૨૨ બેઠકોમાંથી ૧૯ બેઠકો પર વિજય થયો છે.નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી બાદ જિલ્લા પંચાયતના સભા ખંડમાં ૨૫ મી માર્ચે બજેટ લક્ષી એક ખાસ સામાન્ય સભા મળી હતી.જેમાં નર્મદા જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં ૧૫૫ કરોડના પૂરાંતવાળું બજેટ સર્વાનુમતે મજૂર કરાયું હતું.

નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, ઉપપ્રમુખ કિરણ વસાવા, કારોબારી ચેરમેન મમતા તડવી સહિત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતમાં પ્રથમ ખાસ બજેટ લક્ષી સામાન્ય સભા મળી હતી.જેમાં ચર્ચા વિચારણાને અંતે નર્મદા જિલ્લા પંચાયતમાં વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન થનારી કુલ અંદાજીત ૪૩૮.૮ કરોડની આવક સામે વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન થનારી કુલ અંદાજીત ૨૮૩.૫ કરોડની જાવક અને ૧૫૫.૨ કરોડની અંદાજીત બંધસિલકનું અત્રે એ ઉલ્લેખનીય છે કે મૂળ અંદાજપત્ર રજૂ કરાયું હતું.નર્મદા જિલ્લા પંચાયતને સ્વભંડોળ માંથી ૫.૮૪ કરોડ રૂપિયા, સરકારી વિભાગ માંથી ૨૫૧ કરોડની અંદાજીત આવક થશે.આ વખતે નર્મદા જિલ્લા પંચાયતમાં વિપક્ષના કોંગ્રેસના ૨ અને બિટીપીના ૧ મળી ફક્ત ૩ સભ્યો જ ચૂંટાઈને આવ્યા છે.