નસવાડી,તા.૩૦

નસવાડી તાલુકાના ૭૨ ગામોને કુપ્પા પાણી પુરવઠા યોજનામાં નર્મદાનું પાણી ફિલ્ટર કરીને ૭૨ ગામોને ૮૨ કરોડના ખર્ચે બે વર્ષમાં આ યોજના પુરી કરવામાં આવશે

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાર વિસ્તારમાં બોર અને હેન્ડ પંપનું પાણી પીવા લાઈક ના હોવાથી પાણીના સેમ્પલોમાં ટીડીએસનું પ્રમાણ વધુ વાળું પાણી હોવાથી આદિવાસી સમાજના લોકોને પથરી તેમજ અન્ય રોગો થી પીડાતા હતા જેને લઈને સરકાર ઘ્વારા નસવાડી તાલુકાના ૭૨ ગામો માટે નર્મદા નદીના પટમાંથી પાઇપલાઈન ઘ્વારા કુપ્પા ગામે સંપ બનાવી પાણી સંગ્રહ કરી ફિલ્ટર કરીને ૭૨ ગામોને પીવાના પાણી પોહ્‌ચાડવા માટે છોટાઉદેપુર પાણી પુરવઠા બોર્ડ ઘ્વારા કામગીરી શરૂ કરાઈ હાલ ૨૫૦ કિલો મીટર પાણીની પાઇપ લાઈન નાખવાની કામગીરી શરૂ કરાઈ છે અને ૩ કરોડ રૂપિયાની પાઇપો ખરીદવામાં આવી છે જયારે આખી યોજના ૨ વર્ષમાં પૂણ કરવાની છે આ યોજનામાં સરકારનો આશય સારો છે પરંતુ આજે પણ સ્થાનિક લોકો માંથી મળતી માહિતી મુજબ જે વિસ્તારોથી પાઇપ લાઈન લઇ જવાની છે ત્યાં ડામર રસ્તાની સુવિધા નથી ફક્ત બે વર્ષમાં કામગીરી પૂણ કરવાની છે તે સમયમાં ૭૨ ગામો જે છે તે પહાડી ઇલાકા છે આવા વિસ્તારોમાં ઓછી મુદતના ટેન્ડરમાં કોન્ટ્રાક્ટર સમય મર્યાદામાં કામ પૂણ ના કરી શકે અને કામ અધૂરું મૂકી ભાગી જાય ત્યારે પ્રજા માટે સરકારએ ફાળવેલ કરોડો રૂપિયાના કામો અધૂરા રહી જાય હાલ કુપ્પા ગામે થી પીવાના પાણીની પાઇપ લાઈનની શરૂવાત કરવી જાેઈતી હતી પરંતુ અન્ય ગામોમાં શરૂવાત પાઈપલાઈન નાખવાની કરાઈ હોવાથી એ જગ્યા અગ્રી છે ત્યાં થી શરૂવાત કરવી જાેઈએ પ્રજાના ટેક્ક્‌ષના નાણાંમાંથી આવી મોટી યોજનાઓ અધૂરી ના રહી જાય તે માટે અધિકારીઓએ ધ્યાન આપવું જાેઈએ હાલ તો ૩ કરોડ રૂપિયાની પાઈપલાઈન નખની કામગીરી શરુ છે.