નવસારી-

જલાલપોર તાલુકાનું ઉભરાટ ગામ અરબી સમુદ્રના કિનારે વસેલું છે. તેની સાથે જ ઉભરાટ પ્રવાસન ધામ તરીકે પણ વિકસ્યુ છે. જોકે, કોરોના કાળમાં પ્રવાસન સ્થળો બંધ હોવાથી ઉભરાટ વિહાર ધામ પ્રવાસીઓ માટે ઘણા મહિનાઓથી બંધ છે. ઉભરાટના ખરપેલ ફળિયા નજીકના દરિયા કિનારે એક અજાણ્યા પુરુષ અને મહિલાના મૃતદેહો દરિયામાંથી બહાર તણાઇ આવ્યા હતા. ગ્રામજનોને ઘટનાની જાણ થતા કિનારે જઇ તપાસ કરતા બંને પ્રેમી પંખીડા હોવાનું અનુમાન લગાવ્યું હતું. કારણ બંનેના હાથ કપડાના ચીથરાથી બાંધેલા હતા. જેમાં યુવાન 20 થી 30 વર્ષનો અને મુસ્લિમ હોય એવું જણાયુ હતુ. જયારે યુવતી 20 થી 25 વર્ષની હોવાનું અનુમાન લગાવાયુ હતુ. બંનેના મૃતદેહ ડી-કંપોઝ હાલતમાં હતા.

જલાલપોર તાલુકાના કાંઠાના ઉભરાટના દરિયા કિનારે એક પ્રેમી પંખીડાનો મૃતદેહો તણાઇ આવતા ચકચાર મચી ગઇ હતી. જેમાં પ્રેમી પંખીડાઓના હાથ પણ કપડાના ચીથરાથી બાંધેલા હતા અને મૃતદેહો ડી-કંપોઝ હાલતમાં હતા. ઘટનાની જાણ થતાં મરોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી, બંને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી બંનેની ઓળખ કરવાની કાર્યવાહી આરંભી હતી.