બેદરકારી: સુરત પોલીસની PCRએ સજ્ર્યો અકસ્માત, એક યુવકને પહોંચી ગંભીર ઇજા
15, જુલાઈ 2021

સુરત-

શહેરના અડાજણ વિસ્તારમાં વિસ્તારમાં પેટ્રોલિંગ માટે રાખવામાં આવેલી જીપનો ડ્રાઈવરે મોડી રાત્રે પાટા ઉપર ગાડી ચડી જતા ત્રણ પલટી મારતા બુલેટ ચાલકને અડફેટે લીધો હતો. બુલેટ ચાલકને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જાેકે, પીસીઆર વાનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જ્યારે બીજી બાજુ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સુત્રોની વાત માનીએ તો, ગાડીનો ડ્રાઈવર કે, જે આઉટલોસનો કોન્ટ્રાક્ટ બેઝનો છે અને મોટા ભાગે દારૂના નશામાં હોવાની વિગતો પણ સામે આવી રહી છે.

સુરતમાં મોટા પ્રમાણમાં અકસ્માતો થતા હોય છે. ત્યારે ગતરોજ રાત્રે એક એવો અકસ્માત થયો જેને વર્ષો પહેલા સલમાન ખાનની અકસ્માતની યાદ કરાવી હતી અકસ્માત કોઈ ખાનગી વ્યક્તિ અને સામે પોલીસની પીસીઆર બેકાબૂ બની હતી. ફૂટપાથ પર ચડી ગયા બાદ ત્રણ પલટી મારી દીધી હતી.જાે કે બુલેટ ચાલક અડફેટે આવી જતા બુલેટને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. સાથે બુલેટ ચાલકને પણ ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જાેકે, આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો વાન ચલાવનાર વ્યક્તિ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ માણસ હતો. મોટાભાગે રાત્રિના સમયે દારૃના ચિક્કાર નશામાં હોવાની સતત ફરિયાદો પોલીસ વિભાગને લાંબા સમયથી મળી રહી હતી. ત્યારે અકસ્માતને લઈને પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પણ જે પ્રકારે ડ્રાઇવર બેફામ ગતિએ ચલાવતો હતો અને સુત્રોની વાત માનીએ તો, દારૂના નશામાં ચકચૂર કર્મચારીને બચાવવા હવે અડાજણ પોલીસ મેદાને ઉતરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution