દાહોદના સૈફી મહોલ્લામાં કાકા દ્વારા ભત્રીજાની હત્યા
05, ડિસેમ્બર 2020

દેવગઢ બારિયા, ઝાલોદ, દાહોદ શહેરના સૈફી મહોલ્લા ભોઈવાડાના મકાનમાં ઉપર નીચે રહેતા એક જ પરિવારનાં બે સગા ભાઇઓ વચ્ચે સીડી ઉપર ચળ ઉતરના નજીવા મામલે થયેલ ઉગ્ર બોલાચાલી બાદ ખૂની ખેલ ખેલાતા જેમાં ૧૮ વર્ષીય ભત્રીજાને સગા કાકાએ છરીનો ઘા છાતીમાં મારી મોતને ઘાટ ઉતારી દીધાનું તથા સગા ભાઈની પત્નીને છરીના ધા મારી ઈજા પહોંચાડી હતી.દાહોદ સૈફી મહોલ્લા ભોઈવાડાની નુક્કડ પર એક મકાનમાં ઉપર નીચે રહેતા બે સગા ભાઈ ઇમરાન મોહમ્મદભાઈ મન્સૂરી તથા શાહનવાજ મોહમ્મદભાઈ મન્સૂરી વચ્ચે સીડી પરના કચરા તથા સીડી પર ચડ-ઊતર બાબતે અવાર નવાર બોલાચાલી થતી હતી. ગતરોજ રાતે શાહનવાજ એ તેના ભાઈ ઈમરાનભાઈની પત્ની ફરજાનાબેન વચ્ચે ઉગ્ર બોલાચાલી કઈ હતી ગાળો બોલી છરી વડે મારી નાખવાના ઇરાદે ઇજાઓ પહોંચાડી હતી. આ વખતે પોતાની માતાને બચાવવા વચ્ચે પડેલ ૧૮ વર્ષીય શાહનવાબઅલીને ડાબા ખભાની નીચે છાતીના ભાગે છરીના ઘા માર્યા હતા

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution