નેત્રંગ

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ ગ્રા.પંચાયત તાલુકાભરની તમામ ગ્રા.પંચાયત કચેરીઓ કરતાં સૌથી વધુ વિકાસના કામોની ગ્રાન્ટની ફાળવણી થાય છે, સાથે-સાથે ઘરવેરો,પાણી વેરો,સફાઈ વેરો,વ્યવસાય વેરા સહિત મહેસુલી વેરાની આવક પણ લાખો રૂપિયાની છે, ગ્રા.પંચાયતના સતાધીશોની મુખ્ય જવાબદારી ગામના વિકાસના કામો પુર્ણ અને રહીશોને તમામ પ્રકારની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની હોય છે, તે માટે પારદર્શક વહીવટી કુશળતા પણ ગ્રા.પંચાયતના સતાધીશો પાસે હોવી અત્યંત જરૂરી છે. પરંતુ નેત્રંગ ગ્રા.પંચાયત કચેરીના વહીવટદારો દ્વારા આ બાબતે દુર્લક્ષતા સેવાઈ રહી છે. જેમાં ઇતિહાસમાં પહેલીવાર નેત્રંગ ગ્રા.પંચાયત કચેરી અને સ્ટ્રીટ લાઈટનું વીજજાેડાણ વીજકંપનીના જવાબદાર લોકો ઘ્વારા કાપી નાખવામાં આવ્યું હતું. ગ્રા.પંચાયતના સત્તાધિશોની નિષ્કાળજીના કારણે વીજબીલ નહીં ભરાતા વીજકંપનીએ કનેકશન કાપ્યાના અહેવાલ મળ્યા છે. તેવા સંજાેગોમાં તહેવારોના દિવસોમાં રાત્રીના અંધાકારના સમયે સમગ્ર ગામમાં અંધારાપટ છવાઈ જશે અને ગ્રા.પંચાયત કચેરીઓમાં કોમ્પ્યુટર જેવા ઉપકરણો વીજ કનેકશન વિના બંધ થવાથી ગ્રામજનોનું તમામ પ્રકારનું સરકારી કામકાજ ખોરંભે પડી શકે છે અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે,હાલમાં હિસાબી મહિનો એટલે કે માર્ચ એડીંગ ચાલે છે. કોરોના વાયરસની સાથે લોકડાઉન જેવા કપરા સંજાેગોમાં ગ્રામજનોના ધંધા-રોજગાર ઠપ્પ પડ્યા છે. તેમ છતાં ગ્રા.પંચાયત કચેરીના જવાબદાર લોકો ઘ્વારા ગ્રામજનો પાસે વેરાની પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે અને કેટલીક જાહેર સંસ્થાઓના વેરાની વસુલાત કરવામાં આવતી નથી. સ્વભંડોળના વિકાસના કામોના લાખો રૂપિયા ક્યાં ગયા .