જયપુર-

વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવેલો છે. ચિંતાની વાત એ છે કે કોરોના વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. કોરોના વાયરસના નવા નવા વેરિયન્ટ સાયન્સ અને સાયન્ટિસ્ટને પડકાર આપી રહ્યા છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટના વધતા કેસની વચ્ચે દેશમાં અત્યારે કોરોનાના કપ્પા વેરિયન્ટના ૭ કેસ મળ્યા છે. આ કેસો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં મળ્યા છે. ડેલ્ટાની માફક કપ્પા પણ કોરોના વાયરસનું ડબલ મ્યુટેન્ટ છે.

રાજસ્થાનની રાજધાની જયપુરની એસએમએસ મેડિકલ કૉલેજ, દિલ્હીની એક લેબ અને પુણેના નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑપ વાયરોલોજીમાં જીનોમ સીક્વન્સિંગ એટલે કે વેરિયન્ટની ઓળખ માટે કોરોનાના પોઝિટિવ સેમ્પલ મોકલે છે. આ ક્રમમાં બીજી લહેર દરમિયાન ૧૭૪ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. આમાંથી ૧૬૬ સેમ્પલ ડેલ્ટા વેરિયન્ટના અને ૫ કપ્પા વેરિયન્ટના મળ્યા છે. આ જ રીતે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ કૉલેજમાં ૧૦૯ સેમ્પલની જિનોમ સીક્વન્સિંગમાં ૧૦૭ સેમ્પલ ડેલ્ટા પ્લસ અને ૨ સેમ્પલ કપ્પા વેરિયન્ટના નીકળ્યા.

ડેલ્ટા, ડેલ્ટા પ્લસ અને લેમ્બ્ડા બાદ હવે કપ્પા નામના આ વેરિયન્ટે લોકોની ચિંતા વધારી દીધી છે. કપ્પા વેરિયન્ટની વાત કરીએ તો તે ડબલ મ્યુટેન્ટ વેરિએશન એટલે કે બે બદલાવોથી બન્યો છે. આને મ્.૧.૬૧૭.૧ના નામથી પણ ઓળખવામાં આવે છે. વાયરસના આ ૨ મ્યુટેશનને ઈ૪૮૪ઊ અને ન્૪૫૩ઇના નામે ઓળખવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે, કપ્પા વેરિયન્ટ ભારતમાં જ પહેલીવાર ઑક્ટોબર ૨૦૨૦માં ઓળખાયો હતો. કપ્પા ઉપરાંત ડેલ્ટા વેરિયન્ટ પણ સૌથી પહેલા ભારતમાં મળ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આને ૪ એપ્રિલ ૨૦૨૧ના વેરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ જાહેર કર્યો હતો. કપ્પા વેરિયન્ટને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ‘વેરિયન્ટ ઑફ કન્સર્ન’ની જગ્યાએ ‘વેરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ’ જાહેર કર્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે આ વેરિયન્ટ અનેક દેશોમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન અથવા કોરોના કેસોના ક્લસ્ટર બનાવવા માટે જવાબદાર થઈ શકે છે.