ગાંધીનગર, રાજ્યમાં આગની મોટી ઘટનાઓને રોકવા માટે રાજ્યમાં નવી ફાયર પોલીસી ઘડવામાં આવી છે. રાજ્યમાં ૨૬મી જાન્યુઆરીથી આ ફાયર સેફ્ટીની નવી પોલિસી લાગુ થશે. ફાયર સેફ્ટિ માટે હવે ખાનગી કંપનીઓ પાસે ચકાસણી કરાવી શકાશે અને તંત્ર મજબૂત કરવામાં આવશે. રાજ્યમાં ડાયરેક્ટર ઑફ ફાયરની નવી પોસ્ટ ઊભી કરવામાં આવી છે અને રાજ્યના ૪ ઝોનના આ ચાર ડાયરેક્ટર ઑફ ફાયર કાર્યરત રહેશે. તેઓ આ ઝોનના તમામ ફાયર બ્રિગેડ સ્ટેશનનોના વડા રહેશે. 

 રૂપાણી રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને રક્ષણ આપવા ફાયર સેફટી અંગે કેટલાંક મહત્વપૂર્ણ ર્નિણયો કર્યા છે. તેમણે રાજ્યમાં દરેક હાઇરાઇઝડ બિલ્ડીંગ, વાણિજ્યીક સંકુલો, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ્સ અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. ઓનલાઇન મેળવવા માટેની પ્રક્રિયાઓ અંગે રાજ્ય સરકાર પારદર્શી રીતે ફાયર સેફટી કોપ પોર્ટલ વિકસાવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રૂપાણીએ આ કામગીરીમાં ગતિ લાવવા સાથે રાજ્યમાં યુવા ઇજનેરોને સ્વતંત્ર રીતે ફાયરસેફટી ઓફિસર તરીકે સ્વરોજગાર આપવાની એક અભિનવ પહેલ કરી છે. રૂપાણીએ એવો ક્રાંતિકારી ર્નિણય કર્યો છે કે, રાજ્યમાં ફાયર સર્વિસ ક્ષેત્રે કારર્કીદી ઘડીને ખાનગી ફાયર સેફટી ઓફિસર તરીકે યુવા ઇજનેરોને નિર્દિષ્ટ જરૂરી તાલીમ લીધા બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે ખાનગી પ્રેકટીસ માટે રાજ્ય સરકાર મંજૂરી આપશે. 

આવા સ્વતંત્ર પ્રેકટિસ કરતા ખાનગી ફાયર સેફટી ઓફિસરોની નગર-મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે. ઝ્રસ્ રૂપાણીના આ ર્નિણયથી નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રમાં ફાયર સેફ્ટી,  રિન્યુઅલ વગેરેની કામગીરીનું હાલનું વધુ પડતું કાર્યભારણ ઓછુ થશે. એટલું જ નહીં બિલ્ડિંગ ધારકો અને લોકોને ર્દ્ગંઝ્ર મેળવવા તથા રિન્યુઅલ કરાવવામાં સરળતા મળશે. આવા ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરની નિયુક્તિ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એકટ-૨૦૧૩ની કલમ-૧૨ની જાેગવાઇ મુજબ કરવામાં આવશે. ઝ્રસ્ રૂપાણી રૂપાણીના આ ર્નિણયને પગલે રાજ્યમાં મોટા પ્રમાણમાં ઊંચા મકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, શાળા-કોલેજ, હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમોને મેળવવાનું થતું ફાયર એન.ઓ.સી. તથા દર છ મહિને રિન્યુઅલ કરાવવાની સેવાઓ ઝડપી અને વિના વિલંબે મળતી થશે.એટલું જ નહીં, આવા મિલ્કત માલિકો, કબજેદારોને પોતાની પસંદગી મુજબના ફાયર સેફટી ઓફિસરની સેવાઓ લેવાનો વિકલ્પ મળશે. રાજ્યમાં નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રના ફાયર ઓફિસર ઉપરાંત હવે આવા ખાનગી અને તાલીમબદ્ધ યુવા ફાયર સેફ્ટી ઓફિસરની વ્યવસાયિક તજજ્ઞતા ધરાવતી વિશાળ કેડર પણ ઉભી થશે.ઝ્રસ્ રૂપાણીએ જણાવ્યું કે, આપણે તો લોકોની સેફટી-સિકયુરિટી અને સાથે ઇઝ ઓફ લીવીંગમાં પણ વૃદ્ધિ થાય તેવો અભિગમ અપનાવ્યો છે.

લોકોને પોતાના કામો માટે કોઇ પરવાનગી-મંજૂરી માટે કચેરીઓમાં જવું જ ન પડે અને ઘરે બેઠા ઓનલાઇન કામ થાય તેવી લેસ હ્યુમન ઇન્ટરફેસ-ફેઇસ લેશ સેવાઓ વિકસાવતા જઇએ છીયે. આ પોર્ટલ પર નવા ફાયર સેફટી  રિન્યુઅલ, ઓનલાઇન પેમેન્ટ અને ફાયર સેફટી ઓફિસરની માહિતી સહિતની વિગતો સરળતાથી ઓન ફિંગર ટિપ મળતી થશે. આ આખીયે ઓનલાઇન પોર્ટલ વ્યવસ્થાને કોમ્પ્લેકસીટી નહિ સિમ્પલીસિટી-સરળ અને સહજ તથા આખા રાજ્યમાં એકસમાન સૂત્રતા વાળી બનાવવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે. 

 ઓનલાઇન ભરવાના ફોર્મ્સ, અરજી, પ્રમાણપત્રો બધું જ સામાન્ય માણસને પણ સમજાય અને તે પોતાની જાતે એપ્લાય કરી શકે તેવું સરળીકરણ કર્યુ છે. આવા જે પ્રમાણપત્રો-સર્ટિફિકેટ મેળવવાના છે તેમાં નવા બિલ્ડીંગ માટે ફાયર સેફટી સર્ટિફિકેટ -૩ વર્ષ માટે માન્ય રહેશે. રિન્યુઅલ સર્ટિફિકેટ બે વર્ષ માટે માન્ય રાખવામાં આવશે. ફાયર સેફટી ઓફિસરે દર ૬ મહિને આગ અને સલામતિના ઉપાયોની આવા બિલ્ડીંગમાં જાતે તપાસ કરીને ફિલ્ડ વિઝીટ કર્યા પછી યોગ્યતા પ્રમાણપત્ર સિસ્ટમમાં અપલોડ કરવું પડશે. ગુજરાત ઔદ્યોગિક વાણિજ્યીક, વેપારી હરેક ક્ષેત્રે ઝડપથી વિકસતું દેશનું રોલ મોડેલ રાજ્ય છે.