વડોદરા

શહેરના સામાજીક કાર્યકર્તા નિશીતા રાજપુત દ્વારા છેલ્લા દસ વર્ષથી મહિલાઓ તેમજ બાળકીઓને આગળ લાવવા માટેના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાછે. જેમાં તેઓ દ્વારા બાળકીની શાળાની ફી તેમજ અન્ય જરુરીયાત તેમજ મહિલાઓ પોતાના પગ પર ઉભી રહે તે માટે ટેમને આજીવિકા પણ આપવામાં આવેછે. તે સિવાય અંધજનોને પણ મદદ કરવામાં આવેછે.

શહેરના સામાજીક કાર્યકર્તા નિશીતા રાજપુત દ્વારા છેલ્લા દસ વર્ષથી બાળકીઓની શાળાની ફી, દફતર , વોટરબેગ જેવી તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવેછે. તેમજ ગૌરીવ્રત દરમ્યાન ડ્રાયફુટ અને તહેવાર દરમ્યાન નવા કપડા પણ લઈ આપવામાં આવેછે. હાલમાં કોરોના કાળમાં ઓનલાઈન ભણવાનું થઈ જવાથી બાળકીઓને ફોન પણ લઈ આપવામાં આવ્યો હતો. તે સિવાય મધ્યમ વર્ગને મુશ્કેલી ન પડે તે માટે અનાજની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વિકલાંગ અને ચક્ષુ વિહોણાં લોકોને પણ જીવન જરુરી વસ્તુઓ લઈ આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે નીશીતા રાજપુત દ્વારા એક કરોડ રુપિયાની સહાય આપીને તમામ ગરીબ પરીવારની દિકરીઓને મદદ કરવાનું નક્કી કર્યું છે.