દિલ્હી-

દેશમાં આરોગ્ય મંત્રાલયને કામકાજ સંભાળનાર કેબીનેટમંત્રી મનસુખ માંડવીયા એ વેકસીનની અછત હોવાના તથા સેકડો વેકસીનેશન સેન્ટર બંધ કરવા પડયા હોવાના અહેવાલને નકારતા કહ્યું કે આ પ્રકારના અહેવાલ લોકોમાં ગભરાટ ફેલાવવા માટે જ આપવામાં આવે છે.

તેઓએ આજે અનેક ટવીટ કરીને વેકસીનની અછતના દાવાને નકાર્યા છે. તેઓએ જણાવ્યું કે એ વેકસીનની ઉપલબ્ધતા અંગે વિવિધ રાજય સરકારો અને નેતાઓના વિધાનોની માહિતી મેળવી છે જેની સ્થિતિને વધુ સારી રીતે સમજી શકાય છે પણ વેકસીનની કોઈ અછત નથી. તેઓએ આરોપ મુકયો કે આ પ્રકારના વિધાનો નિરર્થક રીતે લોકોમાં ગભરાટ ફેલાવવા માટે જ આપવામાં આવે છે. તેઓએ કહ્યું કે જૂનમાં 11.46 કરોડ ડોઝ સરકારી ચેનલ મારફત રાજયોને મોકલાયા હતા અને જુલાઈમાં તે 13.50 કરોડ હશે અને આ માહિતી 19 જૂને જ આપી દેવામાં આવી હતી. તેઓએ કહ્યું કે સમસ્યા કેન્દ્ર નહી રાજયોમાં છે. મીડીયા ખોટી રીતે ભ્રમ અને ચિંતા ઉભી કરે છે.