દિલ્હી-

દિલ્હીમાં જે બાળકો કોરોના કાળમાં અનાથ થયા છે તેમની મદદ હવે દિલ્હી સરકાર કરશે. પાછલા થોડા સમયમાં અનેક બાળકોના માતા-પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા છે. આવા અનાથ બાળકોના ભરણ-પોષણ અને અભ્યાસનો ખર્ચો દિલ્હી સરકાર ઉઠાવશે. કેજરીવાલે જણાવ્યું કે, અનેક વડીલો એવા છે જેમના યુવાન બાળકો મૃત્યુ પામ્યા અને હવે ઘર ચલાવનારૂ કોઈ નથી બચ્યું. જેમના ઘરમાં કમાનારૂ કોઈ નથી તે વડીલોની મદદ પણ દિલ્હી સરકાર કરશે. કેજરીવાલે જણાવ્યું કે ઘણા વૃદ્ધો પણ છે જેમના યુવાન બાળકોના મોત નિપજ્યા છે અને ઘર ચલાવનાર કોઈ નથી, જેમના ઘરોમાં કમાનાર કોઈ નહી હોય તેમની સારસંભાળ દિલ્હી સરકાર કરશે. ટ્વિટર પર લખ્યું છે કે ઘણા બાળકોએ આ ઘાતક મહામારીમાં પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે. પરંતુ હું કહું છું બાળકો ચિંતા ના કરતા હું છું.