મુસ્લીમ દેશો પર પસંદગીઃ સંયુક્ત અરબ અમીરાતમાં મહત્તમ ભારતીયો 

દુનિયાના ચાર દેશો જ્યાં એકપણ એનઆરઆઈ નથી !

૯મી જાન્યુઆરી, ૧૯૧૫ના રોજ મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં ગોરાઓની સામે અહિંસાનો સફળ પ્રયોગ કરીને ભારત પાછા ફર્યા હતા. આ જ દિવસે ભારતને આઝાદી મેળવવા માટે સૌથી મોટા કદના નેતા અને સૌથી મોટું હથિયાર પણ મળ્યા હતા. આ નેતા હતા મહાત્મા ગાંધી અને એ હથિયાર હતું અહિંસા.

આ ઘટનાના ૮૮ વર્ષો પછી એટલે કે, વર્ષ ૨૦૦૩માં આ દિવસને યાદ કરીને પહેલીવાર પ્રવાસી ભારતીય દિવસ યાને પીબીડી મનાવવાનું શરુ કરવામાં આવ્યું. દેશના વિકાસમાં બિન નિવાસી ભારતીયોના યોગદાનને માન્યતા આપવાનો અને તેની પ્રશંસા કરવાનો તેની ઉજવણી પાછળ મકસદ છે. ૨૦૧૫થી આ ઉજવણીમાં થોડો ફેરફાર કરાયો છે, અને ત્યારથી દરવર્ષે આ ઉજવણીને કોઈ થીમ આધારીત રખાય છે. ચાલુ વર્ષે તેનો થીમ આત્મનિર્ભર ભારત બનાવવામાં બિનનિવાસી ભારતીયોનું યોગદાન.

વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, ૨૧૦ દેશોમાં ૧.૩૪ કરોડ એનઆરઆઈ વસે છે. જાે કે, સંયુક્ત રાષ્ટ્રસંઘ આ આંકડો ૧.૭૫ કરોડ હોવાનું જણાવે છે. કોઈપણ અન્ય દેશની સરખામણીએ આ સંખ્યા સૌથી મોટી છે. એટલે કે દુનિયાના અન્ય દેશોમાં વસવાટ કરવામાં ભારતીયો નંબર-૧ છે. સામાન્ય રીતે મનાય છે કે, અમેરીકા ભારતીયોની પહેલી પસંદ છે, પણ સાચી વાત એ છે કે, તેને બદલે એનઆરઆઈઓ યુએઈને વધારે પસંદ કરે છે.

એનઆરઆઈ કોને કહેવાય


વિદેશમાં પ્રવાસી તરીકે રહેતા હોય એટલું જ નહીં પણ ત્યાંના નાગરીકો પણ હોય એવા ભારતીયોને ભારતીય મૂળના લોકો પીઆઈઓ કહે છે.આ લોકોને ભારતીય મૂળના વિદેશી નાગરીકો કહેવાય છે, જે લોકો ખુદ ક્યારેક ભારતના નાગરીક રહ્યા હતા કે પછી તેમના માતા-પિતા, દાદા-દાદી, પતિ-પત્નીમાંથી કોઈક ભારતીય નાગરીક છે, કે હતા. આ બાબતે પણ ભારતનો હાથ કોઈ ઝાલી શકે એમ નથી. દુનિયાભરમાં પીઆઈઓ એટલે કે ભારતીય મૂળના ૧.૮૭ કરોડ લોકો છે. આવા સૌથી વધારે લોકો અમેરીકામાં છે. આશરે ૩૧.૮૦ લાખ ભારતીય મૂળના લોકો અમેરીકન નાગરીકત્વ ધરાવે છે. દુનિયામાં ખાલી ૩૦ દેશ એવા છે, જ્યાં કોઈ ભારતીય મૂળના નાગરીકો નથી.

વિદેશોમાં રહેનારા બિન-નિવાસી ભારતીય હોય કે પછી, ભારતીય મૂળના લોકો હોય, બધું મળીને ૩ કરોડ ૨૧ લાખ ભારતીયો દુનિયાભરમાં ફેલાયેલા છે. દુનિયામાં જઈને વસવા માટે જ ભારતીયો જાણીતા નથી બલકે ત્યાં રહીને પણ ભારતનું નામ રોશન કરવાની બાબતે તેમનો જાેટો જડે એમ નથી.

એનઆરઆઈ અંગે કેટલીક રસપ્રદ માહિતી

પ્રવાસી ભારતીય દિવસ પ્રસંગે દુનિયાભરમાં ફેલાયેલા ભારતીયો બાબતે કેટલાંક રસપ્રદ આંકડા અને હકિકતો જાણીએ. સાથે જ એવા એનઆરઆઈની વિગતો જેમણે વિદેશોમાં રહીને ભારતનું નામ રોશન કર્યું છે.

- દુનિયાના ૧૯૦ દેશોની વસ્તી ૩.૨૧ કરોડથી ઓછી છે, એટલે કે, વિદેશોમાં રહેનારા ભારતીયોથી ઓછી છે.

- યુએઈમાં સૌથી વધારે ૩૪.૨૦ લાખ એનઆરઆઈ છે, જે ભારતીય નાગરીકો છે.

- અમેરીકામાં સૌથી વધારે ૩૧.૮૦ લાખ ભારતીય મૂળના લોકો રહે છે, જે ત્યાંના નાગરીકો છે.

- પાકિસ્તાન, સૈન મારીનો, કિરીબાતી અને તુવાલુ એમ દુનિયામાં માત્ર ૪ દેશો એવા છે, જ્યાં કોઈ ભારતીય નથી.

- સૈન મારીનો દક્ષિણ યુરોપનો ખૂબ જ નાનો દેશ છે, જે ઈટાલીથી ઘેરાયેલો છે. આ દેશનો વિસ્તાર માત્ર ૬૧ ચોરસ કિલોમીટર છે અને અહીંની વસ્તી માત્ર ૩૩,૫૬૩ છે.

- કિરીબાતી મધ્ય પ્રશાંત મહાસાગરમાં આવેલા ૩૨ જેટલા નાના ટાપુઓનો બનેલો દેશ છે. અહીંની વસ્તી માત્ર ૧.૧૦ લાખ છે, આમાંથી અડધા લોકો તારાવા ટાપુ પર રહે છે.

- દક્ષિણ પ્રશાંત મહાસાગરના આ ટચૂકડા દેશની વસ્તી માત્ર ૧૧,૫૦૮ છે. બ્રિટિશ કોમનવેલ્થનો આ દેશ હિસ્સો છે, જે પહેલી ઓક્ટોબર ૧૯૭૮ના રોજ સ્વતંત્ર થયો હતો.

દુનિયાભરમાં જે બિનનિવાસી ભારતીયો છે, તેમનું પ્રમાણ પણ રસપ્રદ છેઃ

એનઆરઆઈ-પ્રકાર ટકાવારી

પૂર્વ ભારત ૦૫ ટકા

પશ્ચિમ ભારત ૧૮ ટકા

ઉત્તર ભારત ૨૩ ટકા

દક્ષિણ ભારત ૫૪ ટકા

બીજી રસપ્રદ વાત એ છે કે, દુનિયાભરમાં મોટાભાગના ભારતીયો હંગામી વિઝા પર રહે છે. અમેરીકા સિવાય ૮૦ ટકા ભારતીયો હંગામી વર્ક વિઝા પર કામ કરે છે. અમેરીકામાં ૫૦ ટકા ભારતીયો પાસે ગ્રીનકાર્ડ છે કે પછી સિટીઝનશિપ છે.

દુનિયામાં પાકિસ્તાન અને સૈન મારીનો આ બે જ એવા દેશ છે, જ્યાં ભારતીય મૂળનો કોઈ નાગરીક નથી. ૧૯૪૭ પૂર્વે પાકિસ્તાન ભારતનો જ ભાગ હતું, પરંતુ ત્યાંના કાનૂનમાં કોઈપણ નાગરીકને ભારતીય મૂળના નાગરીક તરીકે માન્યતા આપવામાં નથી આવી.

અચરજની વાત કે, ભારતના પ્રાચીન દોસ્ત રહેલા રશિયામાં માત્ર ૨૧,૩૫૪ એનઆરઆઈ છે. માત્ર ૨૨૩૬ ભારતીય મૂળના રશિયન નાગરીકો છે.

કિમ જાેંગના ઉત્તર કોરીયામાં ભારતીય મૂળનો માત્ર એક જ ભારતીય રહે છે. ઉત્તર કોરીયામાં બિન-નિવાસી ભારતીયોની સંખ્યા ૧૫ની છે, જ્યારે દક્ષિણ કોરીયામાં ૧૩ હજારથી વધારે એનઆરઆઈ રહે છે.

મહાત્મા ગાંધીની પહેલી કર્મભૂમિ દક્ષિણ આફ્રિકામાં ૧૫ લાખ લોકો ભારતીય મૂળના છે.નેલ્સન મંડેલાની આ ધરતી પર કુલ વસ્તી૫.૭૮ કરોડની છે. દક્ષિણ આફ્રિકામાં ૬૦ હજારથી વધારે બિન-નિવાસી ભારતીયો છે.

મુસ્લીમ દેશોમાં સૌથી વધારે ભારતીયો છે

 કેટલાંક રસપ્રદ આંકડા આ રહ્યાઃ

દેશ એનઆરઆઈ સંખ્યા ભારતીય મૂળના કુલ

અમેરીકા ૧૨,૮૦,૦૦૦ ૩૧,૮૦,૦૦૦ ૪૪,૬૦,૦૦૦

યુએઈ ૩૪,૧૯,૮૧૫ ૫,૨૬૯ ૩૪,૨૫,૧૪૪

મલેશિયા ૨,૨૭,૯૫૦ ૨૭,૬૦,૦૦૦ ૨૯,૮૭,૯૫૦

સઉદી અરબ ૨૫,૯૨,૧૬૬ ૨,૭૮૧ ૨૫,૯૪,૯૪૭

મ્યાંમાર ૯,૨૦૭ ૨૦,૦૦,૦૦૦ ૨૦,૦૯, ૨૦૭

ભારતીયો વિદેશોથી દર વર્ષે ૬.૫ લાખ કરોડ રુપિયા ભારત મોકલે છે.

અને છેલ્લે ભારતનું નામ દુનિયાભરમાં રોશન કરનારા કેટલાંક તેજસ્વી ભારતીયોનાં નામઃ


૧. અક્ષય રુપારેલિયા -ઓનલાઈન બિઝનેસ ધરાવતા અને બ્રિટનના સૌથી નાની વયના કરોડપતિ


૨. રોહિંટન મિસ્ત્રી -જાણીતા કેનેડિયન લેખક, ટેલ્સ ફ્રોમ ફિરોજશાબાગ જેવા પુસ્તકોના એવોર્ડ વિજેતા લેખક 


૩. ડો. હરગોવિંદ ખુરાના -૧૯૬૮માં તેમને નોબેલ પારીતોષિક અપાયું હતું. ડીએનએ સંશોધનમાં મહત્વનું પ્રદાન


૪. પ્રણવ મિસ્ત્રી-  મૂળ ગુજરાતી અને સેમસંગ કંપનીમાં રીસર્ચ વિંગમાં પ્રેસિડેન્ટ અને સીઈઓ


૫. ઈન્દ્રા નૂઈ -મૂળ ચેન્નઈના તેમજ પેપ્સિકોના સીઈઓ-ચેરપર્સન, વિશ્વની સૌથી શક્તિશાળી મહિલામાં


૬. સુંદર પિચાઈ -૨૦૧૫થી ગુગલના સીઈઓ મૂળ તામિલનાડુના મદુરાઈ ખાતે જન્મ


૭. સત્યા નડેલા -હૈદરાબાદમાં જન્મેલા નડેલા હાલમાં માઈક્રોસોફ્ટ કંપનીના સીઈઓ છે


૮. કલ્પના ચાવલા -હરિયાણાના કરનાલમાં જન્મેલી કલ્પના અવકાશમાં જનારી બીજી મહિલા હતી


૯. નરીન્દર સિંહ કપાની -ભારતીય મૂળના આ અમેરીકન ભૌતિક વિજ્ઞાનીને ફાધર ઓફ ફાઈબર ઓપ્ટિક્સ કહે છે


૧૦. સલમાન રશદી -મુંબઈમાં જન્મેલા ભારતીય મૂળના બ્રિટિશ લેખક, બુકર પ્રાઈઝથી સન્માનિત