21, જાન્યુઆરી 2021
495 |
વડોદરા
વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા સ્વતંત્ર રીતે અને કોઈપણ પ્રકારના રાજકીય દબાણ વિના દબાણ હટાવવાની કામગીરી અવિરત પાને જારી રાખવામાં આવી છે. જેના ભાગરૂપે ગોરવામાં ૧૮ મીટરનો માર્ગ ખુલ્લો કરવાને માટે માર્ગમાં નડતરરૂપ એવા ૩૦થી ૪૦ કાચા પાકા મકાનો પર જેસીબી ફેરવી દઈને એને જમીન દોસ્ત કરવામાં આવ્યા હતા. પાલિકાના વહીવટીઓ વોર્ડ નંબર -૧૦માં સમાવિષ્ઠ થતા ગોરવાની ટીપી ૫૫-બી અને ફાયનલ પ્લોટ ૭૧થી ૯૦ સુધીના ૧૮ મીટરના રસ્તામાં આવતા કાચા પાકા ૩૦ જેટલા ઝુંપડાઓ અને મકાનોના દબાણોને દૂર કરવામાં આવ્યા છે.