દિલ્લી-

દેશભરમાં મનાવવામાં આવી રહેલ ગણેશ ચતુર્થીના પર્વ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે દેશવાસીઓને શુભકામના આપી અને ચારે તરફ પ્રસન્નતા અને સમૃદ્ધિની કામના કરી. પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યુ, 'ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ પર શુભકામા. ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ આપણા સૌ પર રહે. ચારેકોર ખુશી અને સમૃદ્ધિ હોય.' તેમણે લખ્યુ, 'તમને સૌને ગણેશુ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા. ગણપતિ બાપ્પા મોરયા.'

પીએમ મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી. રાષ્ટ્રપતિના અધિકૃત ટ્વિટર હેન્ડલથી શનિવારે ટ્વિટ કર્યુ, 'ગણેશ ચતુર્થીના શુભ અવસર પર બધા દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. આ પર્વ ભારતના લોકોના અદમ્ય ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસનુ પ્રતીક છે. મારી કામના છે કે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની કૃપાથી કોવિડ-19ની મહામારી સમાપ્ત થાય અને બધા દેશવાસી સુખી અને નિરોગી જીવન જીવે.' આ તિથિને શ્રી ગણેશોત્સવ તરીકે મનાવવામાં આવે છે અને આને ગણેશ ચતુર્થી કે વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે.