તમે જો વનપ્લસનો નવો સ્માર્ટફોન ખરીદવાની યોજના કરી રહ્યા છો, તો તમારા માટે એક સારી તક છે. વનપ્લસ 8 અને વનપ્લસ 8 પ્રોનો ગઇકાલથી ફ્લેશ સેલ છે. વનપ્લસના આ બંને સ્માર્ટફોનનું વેચાણ બપોરે 12 વાગ્યે એમેઝોન અને વનપ્લસની વેબસાઇટ પર શરૂ થશે. વનપ્લસ એપ્રિલમાં આ સ્માર્ટફોન રજૂ કર્યા હતા અને તે પછી ભારતમાં તેમની કિંમત જાહેર કરવામાં આવી હતી. વનપ્લસ 8 5 જી સ્માર્ટફોન ગ્લેશિયલ ગ્રીન અને ઑનિક્સ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. જ્યારે વનપ્લસ 8 પ્રો સ્માર્ટફોન ગ્લેશિયલ ગ્રીન, ઓનીક્સ બ્લેક અને અલ્ટ્રામારાઇન બ્લુ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે.