લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, જાન્યુઆરી 2022 |
1386
વડોદરા, તા.૨
શહેરના નવાયાર્ડ ડી-કેબિનથી ગોરવા વિસ્તારને જાેડતા બ્રિજ પરનો રોડ ધોવાઈ જતાં ખખડધજ બનેલા રોડથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. તો આ જ બ્રિજની આસપાસ પડેલા ગંદકીના ઢગલાઓ પણ પાલિકાતંત્રને દેખાતા નથી.
વડોદરા કોર્પોરેશન દ્વારા બનાવાયેલા બ્રિજ તેમજ અનેક નવા રોડ કામગીરી સમયે યોગ્ય સુપરવિઝનના અભાવે એક વરસાદમાં જ ધોવાઈ જતાં હોય છે. રોડ ગેરંટી પીરિયડમાં હોવા છતાં આવા રોડ પર પેચવર્કની કામગીરી કોન્ટ્રાકટર પાસે કરાવવાને બદલે પાલિકા દ્વારા કરવામાં આવે છે. શહેરના નવાયાર્ડ ડી કેબિનથી ગોરવા વિસ્તારને જાેડતા બ્રિજ પરનો એકતરફનો રોડ સાવ ધોવાઈને ખાડા પડી જતાં વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે.