ભોપાલ-

મધ્યપ્રદેશ સરકારની તમામ નોકરીઓ હવે એમપી ડોમિસાઇલ ધરાવતા લોકો માટે અનામત રહેશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ માટે જરૂરી કાયદાકીય બદલાવ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. અગાઉ કમલનાથ સરકારે સ્થાનિક લોકોને ઉદ્યોગોમાં 70 ટકા રોજગાર આપવાનું ફરજિયાત બનાવ્યું હતું.

કમલનાથ સરકારના નિર્ણય મુજબ, 70 ટકા સ્થાનિક લોકો મધ્યપ્રદેશના મૂળ નિવાસી હોવુ ફરજિયાત કરાયા હતા. આ અંતર્ગત, ઉદ્યોગકારો સરકારી યોજનાઓ, કર મુક્તિનો લાભ ત્યારે જ મેળવી શકશે જ્યારે તેઓ મધ્યપ્રદેશના લોકોને રોજગારનો 70 ટકા ભાગ પૂરો પાડશે.