દિલ્હી-

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી કે તેમની સરકારને ભુંસાના નિકાલ માટેનો રસ્તો મળી ગયો છે અને આ છેલ્લું વર્ષ હશે જ્યારે દિલ્હી ભુંસાના ધૂમાડાથી પરેશાન છે. તેમણે કહ્યું કે 'ભુસાનો નિકાલ કેવી રીતે કરવો તેનો રસ્તો મળી ગયો છે. પુસા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક દ્વાવણ તૈયાર કરવામાં આવ્યું છે જેને ભુસા પર છાંટવાથી ભુસુ ઓગળી જાય છે, અને ખાતરમાં ફેરવાય છે. મને લાગે છે કે આ છેલ્લું વર્ષ હોવું જોઈએ જ્યારે આપણે ભુસાના ધુમાડાથી પરેશાન થઈએ છીએ.

સપ્ટેમ્બરની શરૂઆતમાં, કેજરીવાલે પણ આ નિરાકરણ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 'આ વર્ષે પુસા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમને ભુંસા માટે સમાધાન આપવામાં આવ્યું છે. સંસ્થાએ એક કેપ્સ્યુલ બનાવ્યું છે જે ગોળ અને ચણાના લોટમાં ભળવે અને તેનુ દ્વાવણ બનાવી તેનો ભુંસા પર છંટકાવ કરવામાં આવે તો, ભુંસું ઓગળી જાય છે. તેને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પુસા સંસ્થાની દેખરેખ હેઠળ દિલ્હી સરકાર આ કેપ્સ્યુલમાંથી દ્વાવણ તૈયાર કરશે.

કેજરીવાલે તેમની કોન્ફરન્સમાં કોઈ અવાજ કર્યા વિના દિવાળીની ઉજવણી કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે આ વખતે આપણે બધા મળીને લક્ષ્મી પૂજન કરીશું. ફટાકડા નહીં પણ દિવાળીની ઉજવણી કરીશું. જો તમે ફટાકડા ફોડશો, તો પછી તમે તમારા બાળકો અને પરિવારના જીવન સાથે રમી રહ્યા છો.

મુખ્યમંત્રીએ કહ્યું, 'ગયા વર્ષે દિલ્હીના તમામ લોકોએ કનોટ પ્લેસની અંદર દિવાળીની ઉજવણી કરી હતી. આ વખતે અમે દિવાળી માટે તમારા લોકો માટે અલગ વ્યવસ્થા કરી છે. દિવાળીના દિવસે, અમે સાંજે 7:39 વાગ્યાથી આખી દિલ્હીના સહયોગથી લક્ષ્મી પૂજન શરૂ કરીશું. તેનું જીવંત પ્રસારણ કરશે. હું જાતે એક જગ્યાએ હાજર રહી લક્ષ્મીની પૂજા કરીશ. જો દિલ્હીના લોકો ટીવી દ્વારા પણ તેમના ઘરેથી લક્ષ્મીની પૂજા કરવા માંગતા હોય.