વડોદરા

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના પૂર્વ પેટ્ટી વિસ્તારમાં આવેલ કિશનવાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના કામો યોગ્ય રીતે કરાતા નથી. જેને લઈને આ વિસ્તારમાં રહેતા નાગરિકો પોતાના વિસ્તારને પાલિકાના ઓરમાન સંતાન સમાન હોય એવો અહેસાસ કરી રહયા છે. આ વિસ્તારમાં વિવિધ આવાસ યોજનાઓ હેઠળ બાંધવામાં આવેલા આવાસોના માર્ગ પરની ગંદકી, ઉભરાતી ગટરો અને ઠેર ઠેર કચરાના પડી રહેલા ઢગલાઓને લઈને મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો રોજિંદો પ્રશ્ન બની ગયો છે. ત્યારે કિશનવાડી વુડાના મકાનો પાસે પાલિકા દ્વારા અધૂરી કામગીરી મૂકી દેવાતા મોટા મોટા ઢગલાઓ ખડકાઈ ગયા છે. જેમાં માવઠાને કારણે કાદવ કિચ્ચડ થતા માર્ગ પર વાહન ચાલકો સાથે દુર્ઘટના ઘટવાના બનાવો અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.