આદિવાસીઓની જમીન અન્ય ખરીદી શકશે નહીં
28, જુન 2021

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં એક તરફ બાજુ ૬ ગામ કેવડિયા-કોઠી, લીમડી, ગોરા, નવાગામ, વાગડીયા અને ગોરા ગામમાં લોકો પોતાની વિવિધ માંગોને લઈ વિરોધ કરી રહ્યાં છે.તો બીજી બાજુ “વાગડીયા” ગામ લોકોએ જ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં બોર્ડ લગાવ્યું છે કે આદિવાસીઓ હિંદુ નથી, બંધારણ ન માનનાર દેશદ્રોહી છે.ભાજપ સાંસદ મનસુખ વસાવા એમ કહી રહ્યા છે કે આદિવાસીઓ આદિ અનાદિ કાળથી હિંદુઓ છે ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કે જ્યાં વિશ્વના પ્રવાસીઓ આવે છે એ વિસ્તારમાં આ બોર્ડ વાગતા ખડભળાટ મચ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વાગડીયા ગામ લોકોએ બંધારણની જાેગવાઈઓ નહિ માનનાર દેશદ્રોહી છે એવું બોર્ડ મારી દીધું છે.એક તરફ સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ૬ ગામના પ્રશ્નો હલ કરવા તરફ આગળ વધી રહી છે તો બીજી બાજુ વાગડીયા ગામ લોકોએ આ બોર્ડ મારી દીધું છે.વાગડીયા ગામમાં આગેવાન શૈલેષ તડવીએ જણાવ્યું હતું કે અમારું ગામ અનુસૂચિ ૫ વિસ્તારમાં આવે છે.રૂઢી ચુસ્ત કાયદા મુજબ અમને જીવન જીવવાનો અધિકાર છે.અમે સંવિધાન અને પ્રકૃતિ બચાવવા અને અમારી રૂઢી પરંપરા જળવાઈ એ માટે આ બોર્ડ માર્યું છે.

આદિજાતિ વિસ્તારમાં જળ, જંગલ, જમીનના માલિક આદીવાસી છે અને શાસન છે.રૂઢીવાદી ગ્રામસભાનો પ્રભાવ અને ગ્રામસભાના કાયદા, ર્નિણયો લાગુ થશે.અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં સામાન્ય કાયદાઓ લાગુ થશે નહિ.અનુસૂચિ ક્ષેત્રમાં ગ્રામસભાની પરવાનગી વગર બીન આદિજાતી વ્યક્તિ ઘુસી શકશે નહીં.અનુસૂચિ વિસ્તારમાં ગ્રામસભાની મંજૂરી વગર ખનન નહિ થઈ શકે, કારણ ખનનની માલિકી હક

આદિવાસીઓનો છે.

અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં આદિવાસીઓની જમીન ગૈર આદિવાસી ખરીદી શકશે નહીં.છે.અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં આદિવાસીઓનું પ્રશાસન અને નિયંત્રણ રહેશે.અનુસૂચિત વિસ્તારમાં નગરપાલિકા અને નગરનિગમ અસંવૈધાનિક છે.આ અનુચ્છેદ નહીં માનનાર દેશદ્રોહી ગણાશે.અનુસુચિત આદિજાતિ વિસ્તારમાં સ્થાનિક નોકરીઓમાં આદિવાસીઓની સંખ્યા ૧૦૦% અનામત રહેશે.આ અધિનિયમ અનુસાર આદીવાસી રિત રિવાજ અન્ય ધર્મોથી અલગ છે, માટે આદીવાસી હિંદુ નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution