સુરત-

કોરોના મહામારીમાં હીરા ઉદ્યોગને વધુ અસર પહોંચી છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના કોરોનાના કેસમાં વધારો થતા બેરોજગાર થઈ ગયા છે. દરમિયાન શ્રી શક્તિ ડાયમંડ કંપનીના માલિક દ્વારા ૭૦ રત્નકલાકારોને બે મહિનાનો પગાર આપ્યા વિના ફરાર થઈ ગયા હોવાની રત્નકલાકારોએ રત્નકલાકાર સંઘમાં રજૂઆત કરી છે. વરાછા મિનિ બજાર ખાતે શ્રી શક્તિ ડાયમંડ કંપની આવેલી છે. લોકડાઉન થતા રત્નકલાકારોનો એક મહિનાનો પગાર બાકી હતી. દરમિયાન લોકડાઉન બાદનો એક મહિનાનો પણ પગાર બાકી છે. જાેકે, છેલ્લા અઠવાડિયાથી માલિકનો ફોન બંધ આવે છે.

જ્યારે મેનેજરો દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્ય્šં છે. રત્નકલાકાર નિકુલ ધંધુકિયાએ જણાવ્યું હતું કે, માલિકના ત્રણેય ફોન બંધ આવે છે. મેનેજરોને ફોન કરીએ તો કહે છે કે, બે મહિનામાં પગાર મળી જશે. ડાયમંડ એસોશિએશનમાં જવાની જરૂર નથી. આવી રીતે ખોટું બોલી સમય લંબાવે જાય છે. અમારે હાલ રૂપિયાની જરૂર છે. મારે ૨૫ હજાર રૂપિયા લેવાના છે. એવા બીજા રત્નકલાકારોને પણ લેવાના બાકી છે. હાલ ૨૫થી ૩૦ રત્નકલાકારો રત્નકલાકાર વિકાસ સંઘમાં રજૂઆત કરવા આવ્યા છીએ. જ્યારે અન્ય ગામડે છે. રત્નકલાકાર વિકાસ સંઘના જયસુખભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે,

રત્નકલાકારોનો પગાર બાકી રાખી કંપનીના માલિક ફરાર થઈ ગયા છે એવી રજૂઆત લઈને રત્નકલાકારો આવ્યા છે. તેમની સોસાયટીમાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે, આખું પરિવાર લાપતા થઈ ગયું છે. હાલ તો આ માલિકે ઉઠમણું કર્યું એવી શક્્યતા દેખાય રહી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અને લેબર વિભાગમાં ફરિયાદ કરવામાં આવશે.