20, જાન્યુઆરી 2021
દિલ્હી-
જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. અખનૂર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા અંધાધુન ફાયરિંગમાં ભારતીય સુરક્ષા દળોના ૪ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને આર્મી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
જમ્મુ કાશ્મીરમાં જ્યાં એક તરફ માહૌલ સામાન્ય થઇ રહ્યો છે ત્યારે પાકિસ્તાને પોતાની આતંકી પ્રવૃત્તિઓ પણ વધારી દેતા ભારતીય સીમામાં ઘૂસણખોરી વધારી દીધી છે. ગત મોડી રાત્રે, જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં અંકુશ રેખા પાસે આવેલા ખૌડ વિસ્તારમાં ભારતીય સેનાએ ઘૂસણખોરી કરી રહેલા ૫ આતંકવાદીઓ માંથી ૩ આતંકીઓને ઠાર માર્યા છે. જયારે અન્ય ૨ આતંકીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. તો, આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવા માટે પાકિસ્તાની સેના દ્વારા ભારતીય સીમામાં ગોળીબાર કર્યો હતો. જેમાં ૪ ભારતીય જવાન ઘાયલ થયા હતા. જેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.