23, એપ્રીલ 2025
નવી દિલ્હી |
આતંકી હુમાલાના આરોપ પાક.ની નાપાક સરકારે નકાર્યા
પહેલગામમાં થયેલા ઘાતક આતંકી હુમલા બાદ પાકિસ્તાનની સંડોવણી ફરી ચર્ચામાં છે, પરંતુ પાક.ની નાપાક સરકારે આ આરોપોને નકાર્યા છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સ્થાનિક મીડિયામાં એક નિવેદનમાં દાવો કર્યો હતો કે, પહેલગામ હુમલા સાથે તેમના દેશનો કોઈ સંબંધ નથી અને પાકિસ્તાન દરેક પ્રકારના આતંકવાદની નિંદા કરે છે.
ઉલટા ચોર કોતવાલ કો ડાટે જેવો પાક. રક્ષા મંત્રીનો દાવો
એક કહેવાત છે કે, ઉલટા ચોર કોતવાલ કો ડાટે. કઇંક આવું જ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ કહી રહ્યા છે. આસિફે ઉલટો ભારત પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, આ હુમલા પાછળ ભારતના જ લોકો સામેલ છે. ભારતમાં નાગાલેન્ડથી મણિપુર અને કાશ્મીર સુધી લોકો સરકાર વિરુદ્ધ છે, જે આ હુમલાઓનું કારણ હોઈ શકે છે. આ નિવેદનથી વિવાદ વધ્યો છે. આસિફે દાવો કર્યો હતો કે, પહેલગામ હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ જ સંબંધ નથી અને તેઓ આવા હુમલાઓની સખત નિંદા કરે છે, ખાસ કરીને નાગરિકો પર થતા હુમલાઓની. આ નિવેદનથી વિવાદ વધ્યો છે, કારણ કે તેમના આરોપોને ઘણા લોકો પાકિસ્તાનની જવાબદારી ટાળવાની ચાલ તરીકે જુએ છે.