અમદાવાદ-

ACB દ્વારા લાંચિયા અધિકારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે જે અધિકારી લાંચ કેસમાં પકડાયા હોય. તેમની મિલકતની પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે વર્ષ 2017માં પંચમહાલ ACB દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી ગિરજાશંકર સાધુ સામે ગુનો નોંધાયો હતો. આ અધિકારી જ્યારે ફરજ દરમિયાન તેને ઘણી અપ્રમાણસર મિલકત વસાવી હતી. જે કારણે ACBએ તેની 68.24 લાખની મિલ્કતની કબ્જે કરી તેની ધરપકડ કરી છે.

ગિરજાશંકર સાધુ વિરુદ્ધ 2017માં પંચમહાલમાં લાંચ કેસમાં ગુનો નોંધાયો હતો. આ મામલે તપાસ ચાલી રહી હતી, ત્યારે ACB દ્વારા તેની અપ્રમાણસર મિલકતની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગિરજાશંકર સાધુની 68.24 લાખની અપ્રમાણસર મિલકત સામે આવી હતી, જે અંગે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. વર્ષ 2017માં પંચમહાલ ACB દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી ગિરજાશંકર સાધુ સામે લાંચનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરજ દરમિયાન તેને ઘણી અપ્રમાણસર મિલકત વસાવી હતી. ત્યારે શુક્રવારે ACBએ 68.24 લાખની મિલ્કતની કબ્જે કરી તેની ધરપકડ કરી છે. ACB દ્વારા છેલ્લા ઘણા સમયથી લાંચ કેસમાં પકડાયેલા અનેક સરકારી અધિકારીઓની મિલકતની પણ તપાસ કરવામાં આવે છે. જેમાં અપ્રમાણસર મિલકત મળી આવે તો તેનો અલગથી ગુનો નોંધવામાં આવે છે.