23, સપ્ટેમ્બર 2020
દિલ્હી-
રાજ્યસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત, ગૃહ 1 ઓક્ટોબર સુધી ચાલવાનું હતું, પરંતુ કોરોના વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને પહેલાથી સ્થગિત કરવામાં આવી હતી. આ ઉપરાંત સંસદના ચોમાસું સત્રમાં લોકસભાની કાર્યવાહી કોરોના વાયરસ અંગેની ચિંતાને કારણે શેડ્યૂલના આઠ દિવસ પહેલાં આજે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી શકાય છે. સુત્રોએ મંગળવારે આવી માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે નીચલા ગૃહની બેઠક બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે અને શૂન્ય કલાક હાથ ધરવામાં આવ્યા બાદ સાંજના પાંચ વાગ્યે તેને અનિશ્ચિત મુલતવી રાખી શકાય છે.