છોટાઉદેપુર

નસવાડી તાલુકાનું દુગ્ધા પીએચસી કેન્દ્ર માત્ર એક જ નર્સ પર ર્નિભર છે. જે નર્શ દવાખાનું ચલાવે છે. ૩૦થી વધુ ગામડાના લોકોને મેડિકલની સુવિધા મળી રહે તેમજ લોકો નું સ્વાસ્થ્ય જળવાય અને ખાનગી હોસ્પિટલ માં જવું ન પડે તે હેતુથી સરકાર દ્વારા ગામડે ગામડે લાખોના ખર્ચે નવિન સબ સેન્ટરો તેમજ પી એચ સી સેન્ટરો બનાવવામાં આવેલા છે. પરંતુ આર દવાખાના માં ડોક્ટર કે કમ્પાઉન્ડર અને કોઈપણ મેડિકલ ટ્રીટમેન્ટ આપી શકે તેવા કોઈ અધિકારી કે કર્મચારી આવતા નથી જેથી દૂગધા ગામે આવેલા પીએચસી સેન્ટર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યું છે.નર્સ ગામડાઓમાંથી આવતા દર્દીઓને શરદી-ખાંસી-તાવની ગોળીઓ આપવામાં આવે છે. અન્ય કોઈ બીમારી કે પ્રતિ મહિલા અને ગઢબોરીયાદ અથવા તો નસવાડી દવાખાના માં રીફર કરવામાં આવે છે. તેમજ અકસ્માત ના કેસો ને પણ અન્ય દવાખાનામાં રીફર કરવામાં આવે છે.આમ ડુંગર વિસ્તારના લોકોને તેઓના જ નજીકના ગામમાં ગુણવત્તાનું સરકારી દવાખાનાની સેવાનો લાભ મળે તે હેતુથી લાખોના ખર્ચે પી એસ સી બિલ્ડીંગ બનાવવામાં આવેલ છે પરંતુ દવાખાના સ્ટાફને ગામડામાં કામ કરવાનું આવતું ન હોવાથી આવા ગામડાના લોકો મેડીકલ ની સુવિધા થી હાલ વંચિત રહ્યા છે.