અમદાવાદ, શહેરમાં આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હોવાના કારણે શહેરના તથા શહેર બહારથી આ મહોત્સવમાં ભાગ લેવા માટે લોકોની ભારે ભીડ ભેગી થઈ હતી. જાે કે સભાગૃહનો ડોમ ભરાઈ જતા પોલીસે બહારથી આવતા લોકોને અટકાવ્યા હતા અને અંદર જવા દીધા ન હતા. જેથી લોકોએ હોબાળો કરવાનું શરૂ કરી પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા.

શહેરમાં આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણીના પગલે અલગ અલગ રાજ્યોમાંથી લોકો આ મહોત્સવમાં ભાગ લેવા માટે અમદાવાદ આવ્યા હતા. જેમાં સાબરકાંઠાથી આવેલ ૭૦થી વધુ લોકો પણ આશ્રમ પાસે પહોંચ્યા હતા ત્યારે પોલીસે તેમને રસ્તા વચ્ચે અટકાયા હતા. સભાગૃહનો ડોમ ભરાઈ ગયો હોવાથી પોલીસે તેમને અંદર પ્રવેશ કરવા દીધો ન હતો. જેથી લોકો હોબાળો કરી પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, બસો ભરી ભરી આવ્યા છે પણ આશ્રમમાં એન્ટ્રી નથી આપતા તો આશ્રમમાં આવવાનું આમંત્રણ કેમ આપ્યુ છે. જાે કે પોલીસે તે લોકોને સમજાવીને ડોમ ભરાઈ ગયો હોવાનું જણાવીને આશ્રમની બાજુમાં આવેલ બત્રીસી ભવનમાં બેસાડ્યા હતા. તેમ છતા પણ તે લોકોએ હોબાળો કરવાનું ચાલુ રાખ્યુ હતુ.

દાંડીયાત્રામાં જાેડાનાર લોકોના કોરોના ટેસ્ટ કર્યા

જે લોકો આ મહોત્સવમાં જાેડાયા છે ત્યારે આ દાંડીયાત્રામાં જે લોકો જાેડાવવાના છે તે તમામ લોકોને પહેલા કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે લોકોના ટેસ્ટ નેગેટિવ આવશે તે લોકોને દાંડીયાત્રમાં પ્રવેશ આપ્યો હતો. તથા જે લોકોના ટેસ્ટ પોઝીટીવ આવશે તો તેને ઘરે મોકલી દેવાની વાત પણ કરવામાં આવી હતી.