નડિયાદ : કોરાનાકાળને ધ્યાનમાં લેતાં અરજી પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવતાં દિવ્યાંગ વ્યક્તિઓને લગતી સરકારની વિવિધ યોજનાઓની અરજીપ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી છે. હવે દિવ્યાંગ વ્યક્તિઓ કલ્યાણકારી યોજનાઓના અરજીપત્રક ઘેર બેઠાં ઓનલાઇન ભરી શકશે. ગ્રામ્ય વિસ્તારમાં વસતાં ખેડા જિલ્લાનાં દિવ્યાંગ વ્યક્તિઓ તથા વાલીઓ સમાજ સુરક્ષા ખાતા દ્વારા અમલી યોજનાઓ જેવી કે દિવ્યાંગ ઓળખકાર્ડ યોજના (મફત મુસાફરી માટે બસ પાસ), દિવ્યાંગ સાધન સહાય યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના માટે અરજદાર ગ્રામ્ય કક્ષાએથી અરજી કરી શકે છે. પંચાયત ઓફિસમાં ઇ-ગ્રામ કેન્દ્રો મારફતે દિવ્યાંગ કલ્યાણકારી યોજના માટે ઈ-જટ્ઠદ્બટ્ઠદ્ઘાટ્ઠઙ્મઅટ્ઠહ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પોર્ટલ ઉપર રૂ.૨૦ ભરીને ઓનલાઈન અરજી કરી શકાશે. દિવ્યાંગ વ્યક્તિઓ તથા વાલીઓએ જિલ્લા કક્ષાની કચેરીએ રૂબરૂ આવવું નહીં પડે.