અમદાવાદ-

અમદાવાદ શાહીબાગ વિસ્તારમાં આવેલા આર્મી કૅન્ટોનમેન્ટ આવેલા હનુમાન મંદિર ને લઈને આજે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. આ હનુમાન મંદિર રિવરફ્રન્ટ પર ખસેડવાના મુદે આજે હાઇકોર્ટમાં પિટિશન થઈ હતી. આ પિટિશનમાં રજૂઆત કરવામાં આવી છે કે કેમ્પ હનુમાન સ્વયંભુ છે. આ મૂર્તિ કોઈ કારીગર દ્વારા બનાવમાં આવી નથી. આ મુર્તિ દોઢશો વર્ષ જૂની છે અને મંદિર પણ આટલા જ વર્ષનું જૂનું છે. જો આ મંદિરને શિફ્ટ કરવામાં આવશે તો હજારો ભક્તોની ધાર્મિક લાગણીઓ દુભાશે.

આ અરજીમાં રજૂઆત કરી છે કે આ મુર્તિ કોઈ માનવ બનાવટની નથી સ્વયંભૂ મુર્તિ છે. દેશના બંધારણ પ્રમાણે લોકોને પોતાની ધાર્મિક લાગણીઓ વ્યક્ત કરવાનો અધિકાર હોવાની રજૂઆત છે. આ અરજીમાં કૅન્ટોનમેન્ટ બોર્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ, કૅન્ટોનમેન્ટ બોર્ડના સી ઇ ઑ , રાજયસરકાર અને હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે. કેમ્પ મંદિર અને હનુમાનજીણી મુર્તિ નહીં ખસેડવા માટેના વચગાળાના આદેશની માગણીઓ કરી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે અમદાવાદનાં એક જાગૃત નાગરિકે હાઇકોર્ટમાં પિટિશન કરી છે. જોકે આ મંદિર સાથે હજારો ભક્તોની લાગણીઓ જોડાયેલી છે . જો આ મંદિર રિવરફ્રન્ટ પર ખસેડવામાં ના આવે તેવી અરજદારની રજૂઆત છે.