17, ફેબ્રુઆરી 2021
દિલ્હી-
દેશમાં આજે પેટ્રોલના ભાવો લિટરે 100 રૂપિયાને પાર કરી ગયા છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 100.07 રૂપિયા પર પહોંચી ગયું છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલ ભારતની સરખામણીએ લગભગ અડધી કિંમતે મળી રહ્યું છે. ત્યાં ભારતીય રૂપિયા પ્રમાણે પેટ્રોલનો ભાવ 51.14 રૂપિયા છે. જ્યારે ચીનમાં ભારતીય રૂપિયાની કિંમત પ્રમાણે પ્રતિ લિટરનો ભાવ 74.74 રૂપિયા છે.
દુનિયાભરમાં પેટ્રોલના લિટર ભાવની સરેરાશ 78.65 રૂપિયા છે. રાજધાની દિલ્હીમાં હાલ પેટ્રોલના ભાવો 89.54 રૂપિયા પ્રતિ લિટર હોવાનો અર્થ એ કે દુનિયાના સરેરાશ પ્રતિ લિટરના ભાવો કરતાં ભારતમાં પેટ્રોલ મોંઘું વેચાય છે. અહીં આપેલા કેટલાંક આંકડા રસપ્રદ બનશેઃ
દેશ પ્રતિ લિટર કિંમત (રૂપિયામાં-)
અમેરીકા 54.65
રશિયા 47.40
જાપાન 94.76
જર્મની 119.22
ચીન 74.74
દુનિયાના પાંચ સૌથી સસ્તું અને સૌથી મોંઘુ પેટ્રોલ ધરાવતા દેશોઃ
સૌથી મોંઘુંઃ (પ્રતિ લિટર રૂપિયામાં-)
હોંગકોંગ 174.38
સેન્ટ્રલ આફ્રિકન રીપબ્લીક 148.08
નેધરલેન્ડ 147.38
નોર્વે 143.41
ગ્રીસ 135.61
સૌથી સસ્તુંઃ (પ્રતિ લિટર રૂપિયામાં-)
વેનેઝુએલા 1.45
ઈરાન 4.50
અંગોલા 17.82
અલ્જીરીયા 25.15
કુવૈત 25.26