13, જુન 2024
ફતેપુરા,તા.૧૩
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ બસ સ્ટેશનમાં દિવ્યાંગ મુસાફરો માટે પિયુ ટેક્ટાઈલ ફ્લોરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. ગુજરાત એસટી વિભાગ દ્વારા મુસાફરો સરળતાથી મુસાફરી કરી શકે તેમ જ વધુમાં વધુ એસટી બસનો ઉપયોગ કરી શકે તે માટે અવનવા પ્રયોગો કરતી રહે છે ત્યારે ફતેપુરા બસ સ્ટેશન ખાતે દિવ્યાંગ લોકો માટે સરળતા થી એસટી બસમાં બેસી શકે તે માટે પિયુ ટેક્ટાઇલ ફ્લોરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે ફતેપુરા બસ સ્ટેશનના તમામ પ્લેટફોર્મ ઉપર આવેલા પિક અપ અને ડ્રોપ પોઈન્ટથી લઈને બસ સ્ટેશનની કેન્ટીન, કંટ્રોલર પોઇન્ટ અને દિવ્યાંગ શૌચાલય સુધી લગાવવામાં આવી છે.જેના પગલે દિવ્યાંગ મુસાફરો સરળતા થી બસ સ્ટેશનમાં અવરજવર કરી શકશે તેમજ કેન્ટીન,કંટ્રોલર પોઇન્ટ અને શૌચાલય સુધી સરળતાથી જઈ શકશે અને આ તમામ સુવિધાઓનો લાભ લઇ શકશે. એસટી ના આ અભિગમથી દિવ્યાંગ લોકોને સરળતા થી મુસાફરી કરવામાં સરળતા રહેશે.