લો બોલો, એવું તે શું થયુ કે..મા-બાપે સગીર દિકરીને પ્રેગ્નેન્ટ હોવાનું કહીને બદનામ કરી અને..
03, ઓગ્સ્ટ 2021

અમદાવાદ-

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય સગીરાને તેની સગી માસીના દીકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. પોતાની નાનીના ઘરે અવારનવાર મળતાં હોવાથી તેઓ વચ્ચે આંખ મળી જતાં બંને ફોન પર વાત કરતાં હતાં. સગીરાની માતાએ મહિલા હેલ્પલાઇન ૧૮૧માં ફોન કરી દીકરીને સમજાવવા ફોન કર્યો હતો. જ્યારે હેલ્પલાઇનની ટીમે ત્યાં પહોંચી કાઉન્સેલિંગ કરતાં સગીરાએ જણાવ્યું હતું કે મારી ભૂલ થઈ ગઈ હતી અને મેં સુધારવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ મારાં માતા-પિતા ભૂલને યાદ કરાવી મને બહાર બદનામ કરતાં હતાં. હું પ્રેગ્નેટ છું એવું લોકોને કહી બદનામ કરે છે અને આ ત્રાસથી તેમની સાથે રહેવાની સગીરાએ ના પાડી હતી.

મહિલા હેલ્પલાઇન અભયમ્‌ ૧૮૧ને ચાંદખેડામાં રહેતી મહિલાનો ફોન આવ્યો હતો કે મારી ૧૬ વર્ષની દીકરીને મારી બહેનના દીકરા સાથે સંબંધ છે અને અવારનવાર સમજાવવા છતાં સમજતી નથી. ઘણી વાર અડધી રાતે તથા કેટલીકવાર ત્રણ દિવસે ઘરે આવે છે, જેથી વસ્ત્રાપુર લોકેશનની ટીમ ત્યાં પહોંચી છોકરીનું કાઉન્સેલિંગ કરી પૂછપરછ કરતાં નાનીના ઘરે જ્યારે બધા ભેગા થયા હતા ત્યારે મારા માસીના દીકરા સાથે વધારે વાતચીત થતી હતી. માત્ર ફોન પર જ વાત કરતી હતી, જેની મારા ઘરે જાણ થતાં તેમણે મને ઢોરમાર માર્યો હતો.

મને મારી ભૂલ સમજાઈ ગઈ હતી. મેં એવું કશું જ નથી કર્યું અને માફી પણ માગી હતી. મારી ભૂલ સુધારવાની વાત કરી હતી, પરંતુ તેઓ ભૂલ સુધારવાની જગ્યાએ તેઓ યાદ અપાવતાં હતાં. યાદ કરીને માર મારતાં હતાં. જ્યાં રહે છે ત્યાં તેમજ મારા પરિવારમાં પણ ખોટી વાતો કરીને બદનામ કરે છે. હું પ્રેગ્નેટ છું એમ કહી મારી છાપ ખરાબ કરે છે. હકીકતમાં એવું કંઈ જ કર્યું નથી. માતા-પિતા શારીરિક ત્રાસ આપે છે. મારું ભણવાનું પણ બંધ કરાવી દીધું છે. મારે મારાં માતા-પિતા સાથે નથી રહેવું, અહીંથી લઇ જાઓ એવું તેણે હેલ્પલાઇનની ટીમને જાણ કરી હતી, જેથી તેની ઉંમર ૧૬ વર્ષની હોઈ તેને ચાઈલ્ડલાઈનને જાણ કરી હતી. બાદમાં ચાઇલ્ડલાઈનને સગીરા સોંપી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution