ગાંધીનગર-

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી માં ઉપસ્થિત રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહને વિજય રૂપાણીને આમંત્રણ પાઠવ્યું છે. ત્યારે આગામી 1 થી 9 ઓગષ્ટ ના આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને અમિત ભાઈ શાહ ગમે તે એક દિવસે કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જોડાશે અને ગુજરાત સરકાર તેમજ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવશે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારના શાસનના પાંચ વર્ષ પુરા થવા જઈ રહ્યા છે તો બીજી તરફ આ કાર્યક્રમ ઉજવણી કરવા માટે સરકાર દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે આ અંગે વધુ વિગતો આપતાં નીતિન પટેલે જણાવ્યું હતું કે વિજય રૂપાણી ના નેતૃત્વમાં ભાજપ સરકારના સફળતાપૂર્વક પાંચ વર્ષ પુરા થઈ રહ્યા છે જે અંતર્ગત રાજ્ય સરકાર જુદાજુદા વિભાગો ની નવી યોજનાઓને સાંકળીને અનેકવિધ કાર્યક્રમો આયોજિત થશે

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આયોજિત અલગ અલગ કાર્યક્રમો ના કોઈપણ એક દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહ રાજ્ય સરકારના આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહે તે માટે વિજયભાઈ રૂપાણીએ આમંત્રણ પાઠવ્યું છે જોકે નરેન્દ્ર મોદી અને અમિત શાહ 1 થી 9 ઓગસ્ટ દરમિયાન કોઈપણ એક દિવસે દિલ્હી થી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી ગુજરાતના નાગરિકો તેમજ ગુજરાત સરકારને શુભેચ્છાઓ પાઠવશે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. જોકે દેશના વડાપ્રધાન મોદી રાજ્ય સરકારના આયોજિત કાર્યક્રમના અંતિમ દિવસે એટલે કે 9 ઓગસ્ટના રોજ પછી ઓલ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ પણ સુત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.