દિલ્હી-

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા, મેરીટાઇમ ઇન્ડિયા સમિટ (એમઆઈએસ) ની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે, તેમણે ઇ-બુક મેરીટાઇમ ઇન્ડિયા વિઝન 2030 નું વિમોચન કર્યું હતું. આ સાથે તેમણે સાગર મંથન જાગરૂકતા કેન્દ્ર નું પણ ઉદ્ઘાટન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સમિટ, ભારતના સમુદ્રી અર્થતંત્રના વિકાસમાં આગળ વધવામાં મદદ કરશે. ભારતમાં દરિયાઇ ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન આપવા માટે ઘણા દેશોના સીઇઓ અને રાજદૂતો સહિત 50 થી વધુ દેશો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. 50 દેશોના એક લાખથી વધુ સહભાગીઓએ એમઆઈએસ સમિટ 2021 માટે ઓનલાઇન નોંધણી કરાવી છે. 422 કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સમિટ 4 માર્ચ સુધી ચાલશે.