PMની મોટી જાહેરાત, દેશની કોઈપણ રાજ્ય સરકારને વેક્સિન પર કોઈ પણ ખર્ચ નહીં કરવો પડે
07, જુન 2021

દિલ્હી-

વડાપ્રધાન મોદીએ ટવીટ કરીને જાહેરાત કરી છે કે, તેઓ આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે. દેશભરમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. ત્યારે કોરોનાના ઘટતા જતા કેસની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે 7 જૂનને સોમવારની સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે. જેની જાણકારી પ્રાઈમ મિનીસ્ટર ઓફિસના સત્તાવાર ટવીટર હેન્ડલર દ્વારા જાહેર કરાઈ છે. માનવામાં આવે છેકે આ સંબોધનમાં વડાપ્રધાન કોરોનાની સ્થિતિ, કોરોના રસીકરણ, દેશમાં લોકડાઉનની સ્થિતિ અને અનલોકની પરિસ્થિતિ બાબતે વાત કરી શકે છે. દેશમાં કોરોનાની વિકટ પરિસ્થિતિની વાત કરીએ તો હવે કેસો ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. મોટાભાગના રાજ્યોમાં, કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution